Anand News/ વલ્લભ વિદ્યાનગરના રોઝ સ્પામાં સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડની યુવતીઓ સહિત 9 રૂપલલના ઝડપાઈ

Anandના વલ્લભ વિદ્યાનગરમાં રોઝ સ્પામાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. SOG પોલીસે 2 થાઈલેન્ડની અને 7 ભારતીય યુવતીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Top Stories Gujarat Others
Anand SOG Police Raid

Anand SOG Police Raid: આણંદ જિલ્લાના શિક્ષણધામ ગણાતા વલ્લભ વિદ્યાનગરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવિક્રયના વ્યવસાયનો પર્દાફાશ થયો છે. આણંદ એસ.ઓ.જી. (SOG) પોલીસે ચોક્કસ બાતમીના આધારે ‘રોઝ સ્પા’ પર દરોડા પાડીને વિદેશી યુવતીઓ સહિત કુલ 9 રૂપલલનાઓને ઝડપી પાડી છે. આ સેક્સ રેકેટ મહિલા સંચાલિકા સહિત બે વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

Anand : ડમી ગ્રાહક મોકલી પોલીસનો માસ્ટરપ્લાન

મળતી માહિતી મુજબ, વલ્લભ વિદ્યાનગરના હાર્દ સમાન વિસ્તારમાં આવેલા ‘રોઝ સ્પા’માં મસાજની આડમાં દેહવ્યાપાર થતો હોવાની બાતમી પોલીસને મળી હતી. એસ.ઓ.જી. પોલીસે આ બાતમીની ખરાઈ કરવા માટે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકનો સંકેત મળતા જ પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં સ્પાની અંદરથી વાંધાજનક હાલતમાં અનેક યુવતીઓ મળી આવી હતી.

Anand SOG Police Raid

થાઈલેન્ડની યુવતીઓનું કનેક્શન

પોલીસની આ કાર્યવાહીમાં કુલ 9 યુવતીઓ ઝડપાઈ છે, જેમાંથી 2 યુવતીઓ થાઈલેન્ડની અને 7 યુવતીઓ ભારતના અન્ય રાજ્યોની હોવાનું ખુલ્યું છે. સ્પાના સંચાલકો ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલીને વિદેશી લલનાઓ દ્વારા આ અનૈતિક ખેલ ખેલતા હતા. બહારથી માત્ર મસાજ પાર્લર દેખાતા આ સેન્ટરમાં અંદરના ભાગે સ્પેશિયલ કેબિનો બનાવીને દેહવિક્રયનો વ્યવસાય ચલાવવામાં આવતો હતો.

બે સંચાલિકાઓના નેટવર્કનો પર્દાફાશ

આ આખું રેકેટ એક મહિલા સહિત બે સંચાલિકાઓ દ્વારા મેનેજ કરવામાં આવતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી કબજે કરી છે. પોલીસે સ્પાના સંચાલકો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે.

તપાસના તાર ક્યાં સુધી?

આણંદ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, ઝડપાયેલી થાઈલેન્ડની યુવતીઓ કયા વિઝા પર ભારત આવી હતી અને તેમને અહીં લાવવા પાછળ કોઈ મોટું ઈન્ટરનેશનલ રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ? સાથે જ, આણંદના અન્ય કયા સ્પામાં આવી પ્રવૃત્તિઓ ચાલે છે તેની પર પણ પોલીસ હવે નજર રાખી રહી છે.


આ પણ વાંચો: ઈન્દોરમાં પકડાયો સેક્સ રેકેટ, કોરોના વાયરસથી સંક્રમિત નીકળતા મચ્યો હડકંપ

આ પણ વાંચો: વડોદરાઃ ઘરમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

આ પણ વાંચો: ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે આખા ગામનું ધર્માંતરણ થતાં ચકચાર