Gujarat News : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ ડાંગ જિલ્લાના આહવા તથા તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં’વિકાસ સંકલ્પ સભા’ સંબોધી હતી. હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ સંબોધન કરતા આદિવાસી જનતાના શૌર્ય અને દેશ માટેના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ એવી વીર ભૂમિ છે જે અંગ્રેજો સામે ક્યારેય ઝૂકી નથી અને જેના રાજાઓએ ક્યારેય આત્મસમર્પણ ન કરીને અંગ્રેજોને પરસેવો છોડાવી દીધો હતો. આવી ગૌરવશાળી ભૂમિના નાગરિકો જ્યારે આજે ભાજપને વિજયી બનાવવા સંકલ્પબદ્ધ થયા છે, ત્યારે તેઓ અભિનંદનને પાત્ર છે.

Harsh Sanghviએ ઉમેર્યું કે સંસ્કૃતિને ભ્રષ્ટ કરતા ધર્માંતરણ અને કુરિવાજો સામે આદિવાસીઓ મક્કમતાથી લડી રહ્યાં છે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, આદિવાસી સમાજે દેશની આઝાદી અને રાષ્ટ્રહિતમાં આપેલા બહુમૂલ્ય યોગદાનને ભુલાવી દેવા માટે કોંગ્રેસે મોટું ષડયંત્ર રચ્યું હતું. જાગૃત આદિવાસી ભાઈ-બહેનોએ કોંગ્રેસીઓને અંહીથી ઉખાડી ફેંકવાનું કામ કર્યું છે. તેમણે ભૂતકાળની વેદનાઓને યાદ અપાવતા કહ્યું કે, કોંગ્રેસના બહેનોએ પીવાના પાણી માટે કિલોમીટરો સુધી ભટકવું પડતું હતું, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ‘નલ સે જલ’ યોજના દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડ્યું છે. પાકા રસ્તાઓનું નિર્માણ થયું છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વિસ્તારના નાગરિકોને મોટો લાભ થયો છે.

હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ કહ્યું કે, આ વિસ્તારના ખેડૂતોને કારણે આજે લાખો પરિવારોને રસાયણમુક્ત અનાજ અને શાકભાજી મળી રહ્યા છે
રાજ્યના ‘પ્રાકૃતિક ખેતી’ કરતા જિલ્લાઓમાં અગ્રેસર એવા આ વિસ્તારના ખેડૂતોને બિરદાવતા હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ કહ્યું કે, આ વિસ્તારના ખેડૂતોને કારણે આજે લાખો પરિવારોને રસાયણમુક્ત અનાજ અને શાકભાજી મળી રહ્યા છે. ‘લખપતિ દીદી’ યોજના થકી બહેનોને રોજગારી મળી રહી છે અને ગામેગામ શિક્ષણની નવી વ્યવસ્થા ઊભી થઈ છે. આદિવાસીઓના નામે રાજનીતિ કરીને કરોડોના મહેલ બનાવનારાઓને ફરી જવાબ આપવાનો સમય આવી ગયો છે. તેમણે કમોસમી વરસાદમાં ખેડૂતોને અપાયેલી આર્થિક સહાયનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે ભાજપા સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે. કોંગ્રેસના ‘પંજા’નો પ્રત્યેક ગામમાંથી સફાયો કરી ભાજપા તરફી ઐતિહાસિક પરિણામ લાવી આદિવાસી વિસ્તારની વિકાસયાત્રાને નવી ગતિ આપવા તેમણે સૌને આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ ભાજપા આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા, ડાંગ અને તાપી જિલ્લા ભાજપા પ્રમુશ્રીઓ અનુક્રમે કિશોર ગાવિત સુરજ વસાવા, બંને જિલ્લાના પ્રભારશ્રીઓ , રાજેશ દેસાઇ, ડૉ. જગદીશ બલ્લર, જિલ્લા સંગઠનના હોદ્દેદારો સહિત સિનિયર આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
