Ahmedabad News : ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે દાણીલીમડામાંથી બે શક્સોની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ.1,81,390 ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે સમીર એમ.ઘાંચી નામનો શખ્સ તેના મિત્ર ફરદીન પઠાણ સાથે સુરતથી ગેરકાયદે ગાંજાનો જથ્થો પલ્સર બાઈક પર લઈને ચંડોળા તળાવ સામે બેરલ માર્કેટ રોડ તરફ જવાના છે. જેને આધારે પોલીસે જાળ બિછાવીને બેરલ માર્કેટ રોડ પરતી બન્ને શખ્સોને ઝડપી લઈને તેમની પાસેથી રૂ. 1,81,390 ની કિંમતનો 18.139 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.
તપાસમાં સમીર ઘાંચી દાણીલીમડામાં અને ફરદીન ગુલામરસુલ પઠાણ બેરલ માર્કેટ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. તેમની પાસેથી પોલીસે ગાંજાનો જથ્થો, પલ્સર બાઈક, બે મોબાઈલ, રૂ.5,320 રોકડા તથા એરટેલ કંપનીનું ડોંગલ કબજે કર્યા હતા. પુછપરછમાં આરોપીઓએ ગાંજાનો આ જથ્થો તેઓ સુરતના કીમ ચોકડી નજીકથી સચીન ઉર્ફે રાજુ તથા મુકુમ નામના શખ્સો પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું
આ પણ વાંચો:અમદાવાદનુ રિવર ફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ,આ વર્ષે 108 લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો
