Not Set/ મહેસાણા/ અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોના બળી જવાથી મોત

રાજ્યમાં એક પાછો એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને ખેરાલુ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગતા એક જ પરિવારના ત્રણ […]

Gujarat Others

રાજ્યમાં એક પાછો એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને ખેરાલુ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગતા એક જ પરિવારના ત્રણ લોકો બળીને ખાખ થયા હતા. કારમાં આગ લાગવાની લોકોને જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ પછી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કાર વહેલી સવારે ઝાડ સાથે ટકરાઈ જેથી કારમાં આગ લાગી. જોકે, આગની ઘટનામાં સ્થાનિકોએ કાર ચાલક સહિત એક મહિલાને બચાવી હતી.  જ્યારે બચાવી લેવામાં આવેલા શખ્સોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

અમદાવાદ રહેતા અને મૂળ વડનગરના કરબટીયા ગામનો પટેલ પરિવારે વહેલી સવારે અંબાજીથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન અગમ્ય કારણોસર કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. કાર ઝાડને અથડાયા બાદ એકાએક કારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કરબટીયા ગામના પટેલ પરિવારની બે દીકરીઓ અને તેમના દાદી બળીને ભડથું થઈ ગયા હતા.

 કારમાં આગ લાગ્યા બાદ લોક થઈ જતા અંદર બેસેલા લોકો ફસાઇ ગયા હતા. આ દુર્ઘટનમાં કાર ચાલક રાકેશભાઈ રણછોડભાઈ અને પત્ની વર્ષાબેન રાકેશભાઈ હાલ મેહેસાણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .જ્યારે  તેમની બે દીકરીઓ હેની, અસ્તા અને તેમની માતા અંબાબેન રણછોડભાઈ ના મોત થયા છે. ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.