Bhavnagar News: ભાવનગર(Bhavnagar)માં પ્રેમસંબંધે (Affair) યુવકનો ભોગ લીધો છે. યુવકે પ્રેમસંબંધની કિંમત તેના જીવથી ચૂકવવી પડી છે. યુવકના પ્રેમસંબંધ(Affair) ના પગલે ત્રણ જણાએ તેની બોથડ પદાર્થના ઘા મારી અને લાકડી મારીને હત્યા (Murder) કરી હતી, જો કે પોલીસે ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં જ ઝડપી (Arrest) લઈને કેસ ઉકેલી નાખ્યો છે. આગામી દિવસોમાં હવે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પ્રેમસંબંધ(Affair)માં માલકણા ગામે યુવાનની હત્યા
ભાવનગર(Bhavnagar)માં બનેલાં આખા ઘટનાક્રમની વિગત એવી છે કે માલણકા ગામે બે દિવસ પૂર્વે એક યુવકની કેટલાક શખ્સોએ હત્યા કરી હતી. આ કેસમાં મૃતક યુવકના ભાઈએ માલણકા ગામ(Malanka Village) ના ત્રણ શખ્સની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસ ફરિયાદના જણાવ્યા મુજબ મારા ભાઈ રાધેશના પ્રેમસંબંધને લઈને ત્રણ જણાએ દાઝ રાખીને લાકડી અથવા તો બોથડ પદાર્થના ઘા મારીને તેની હત્યા (Murder) કરી છે. હત્યાની પોલીસ ફરિયાદના પગલે પોલીસે તરત જ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી લીધા હતા.

રાધેશ નામના યુવકની બોથડ પદાર્થ મારી હત્યા(Murder) કરાઈ
પોલીસે આ ઘટનાક્રમ પર પ્રકાશ પાડતા જણાવ્યા હતું કે ભાવનગર નજીક માલણકા ગામે રહેતો 21 વર્ષીય રાધેશ (Radhesh) મનસુખ બારૈયા ઘરેથી નીકળ્યાના થોડા સમય પછી માલણકાથી અવાણીયા રોડ પર બેભાન હોવાનો ફોન તેમના કુટુંબીઓનો આવ્યો હતો. તેના કારણે તેના કુટુંબીઓ તાત્કાલિક દોડી ગયા હતા. રાધેશ ત્યાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેના પછી તરત જ ઘરે લાવવામાં આવ્યો હતો. તેના પછી પણ તેને ભાન ન આવતા સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યુવાનને તપાસીને મૃત જાહેર કર્યો હતો, મર્ડરની ફરિયાદના પગલે ASP સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.

યુવતી સાથે પ્રેમસંબંધના લીધે ત્રણ ભાઈઓ હત્યા કરી
આ ઘટનાક્રમના પગલે મૃતકના મોટાભાઈએ મુકેશ બારૈયાએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં તેમણે માલણકા ગામના રાહુલ ધનજીભાઈ બારૈયા, મનોજ જેન્તીભાઈ બારૈયા, જયેશ ધીરુભાઈ બારૈયા પર તેમના ભાઈની હત્યાનો આક્ષેપ કર્યો હતો. તેણે એફઆઇઆરમાં જણાવ્યું હતું કે મારા ભાઈનો યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી તેના વિરોધમાં યુવતીના ભાઈઓએ તેની હત્યા કરી નાખી છે. પોલીસે આના પગલે આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના દિવસોમાં ત્રણેયની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ભાવનગરના તરસમિયા ગામમાં છરીથી ઘાતક હુમલો, સુરેશ ડાભીની મોડી રાત્રે હત્યા
આ પણ વાંચો: ભાવનગરમાં હત્યાનો સિલસિલો યથાવત, હવે એક રત્નકલાકારની કરાઈ હત્યા
આ પણ વાંચો: ભાવનગરમાં પોતાના પરિવારની હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
