Ahmedabad/ LCB એ વેપારી સાથે છેતરપીંડી કરનારની કરી ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય LCBએ એક એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી મેહુલ પટેલ હાથીજણ વિસ્તારમાં રહે છે…

Ahmedabad Gujarat

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય LCBએ એક એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી મેહુલ પટેલ હાથીજણ વિસ્તારમાં રહે છે. અમદાવાદ ગ્રામ્યના ગામડામાં ભાડે દુકાન રાખી પહેલા વેપારીઓ પાસેથી ઘરવખરી માલસામાન મંગાવતો હતો. જો કે બાદમાં વેપારીઓ સાથે વિશ્વાસ કેળવાયા બાદ તેમને ચેક આપી પૈસા નહીં ચૂકવીને છેતરપિંડી કરતો હતો.

આરોપી મેહુલ પટેલે માત્ર એક વેપારીને નહીં પરંતુ આજ મોડેસ ઓપરેન્ડીથી અનેક લોકોને છેતરી ચૂકયો હોવાનું સામે આવ્યુ છે. LCBને મળેલી ફરિયાદ આધારે આરોપી મેહુલને ઝડપી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સામાન્ય રીતે પોલીસ ચોરી કે છેતરપિંડીના ગુનામાં ગયેલ રોકડ રકમ અથવા સોનાના દાગીના રિકવર કરતી હોય છે. જો કે આ વખતે છેતરપિંડીના ગુનામાં પોલીસે સોફાસેટ, LED ટીવી, લોખંડની તિજોરી અને ઘરવખરી માટે વપરાતા તેલના ડબ્બા અને ચોખા પણ કબજે કર્યા છે સમગ્ર મામલે હાલ એલસીબી એ આરોપી ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…