Banaskantha News:બનાસકાંઠાના વાવ-સુઈગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે.આ અકસ્માતમાં એક ટ્રેક્ટર ચાલક પોતાના જ વાહનના ટાયર નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને માર્ગ સુરક્ષાના મુદ્દા પર ફરી એક વાર પ્રશ્નો ઉભા કર્યા છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત (Accident) વાવ-સુઈગામ હાઈવે પર બન્યો હતો. હાઈવેની સાઈડમાં એક પીકઅપ ડાલું પાર્ક કરેલું હતું, જેમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી.આ દરમિયાન, વાવ તાલુકાના ભાખરી ગામના રહેવાસી દિનેશ પટેલ પોતાનું ટ્રેક્ટર લઈને પુરપાટ ઝડપે આવી રહ્યો હતો.અચાનક ટ્રેક્ટરના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા, તે સીધું જ પાર્ક કરેલા પીકઅપ ડાલા સાથે ધડાકાભેર અથડાયું.

અકસ્માત (Accident)માં એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ
ટક્કરની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટરના ચાલક દિનેશ ઉછળીને નીચે પડી ગયો. કમનસીબે, તેઓ પોતાના જ ટ્રેક્ટરની ટ્રોલીના ટાયર નીચે આવી ગયા,જેના કારણે તેમને ગંભીર અને જીવલેણ ઈજાઓ થઈ.આસપાસના લોકોએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને તેમને બચાવવાના પ્રયાસો કર્યા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જો કે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો.

આ અકસ્માત (Accident)ની જાણ થતા જ વાવ પોલીસ સ્ટેશનનો કાફલો તરત જ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પીકઅપ ડાલાના ચાલકની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લીધો છે.
આ પણ વાંચો:વડોદરાના કરજણ નજીક NH-48 પર ભયાનક અકસ્માત, ટ્રાવેલ્સ બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ,2ના મોત
આ પણ વાંચો:વડોદરામાં NH-48 બન્યો મોતનો માર્ગ, બામણગામ પાટિયા પાસે લક્ઝરી બસ-ટ્રક અકસ્માત, ટ્રાફિક જામ
આ પણ વાંચો:બોટાદ: ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત 4 ઘાયલ
