Vadodara News:વડોદરા પાસે નેશનલ હાઇવે-48 ‘મોતનો હાઇવે’ બની રહ્યો છે! લગભગ દરરોજ ભયાનક અકસ્માતો (Accident), બેદરકારી અને ટ્રાફિક મેનેજમેન્ટની ખામીઓએ આ રોડને ખતરનાક બનાવી દીધો છે.છેલ્લા 3-4 દિવસમાં જ આ હાઇવે પર એક પછી એક ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે, જેમાં અનેક લોકોના જીવ ગયા અને ડઝનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશ ફેલાવ્યો છે.અમરેલીથી સુરત જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે આગળ જતી ટ્રકમાં ધડાકાભેર અથડાઈ. અકસ્માત (Accident) એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો અને ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો.કરજણ ફાયર બ્રિગેડની ટીમે રેમજેક મશીન અને અન્ય કટીંગ સાધનોની મદદથી બસનો આગળનો ભાગ કાપીને મૃતદેહ બહાર કાઢ્યો. આ અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. કરજણ પોલીસ અને NHAIની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
વડોદરામાં થયેલા અકસ્માતો (Accident)
આ પહેલા 30 જાન્યુઆરી 2026ના રીજ કરજણ ધાવટ ચોકડી બ્રિજ પાસે ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી જય ખોડિયાર ટ્રાવેલ્સની પ્રાઇવેટ બસ સાઇડમાં પાર્ક કરેલી ટ્રકમાં ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત (Accident)માં 2 લોકોનાં મોત થયાં અને 10થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.બસમાં 25થી વધુ મુસાફરો હતા, જેમાંથી અનેક ફસાઈ ગયા હતા. કરજણ ફાયર બ્રિગેડે લગભગ દોઢ કલાકની કામગીરી બાદ રેસ્ક્યુ કર્યું. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મૃતકોમાં હિમ્મત દેવીપુજક અને રફીક શેખના નામ સામે આવ્યા છે. આ અકસ્માત પછી પણ ઘાયલ મુસાફરો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેઠા જોવા મળ્યા હતા.
એટલું જ નહીં 29 જાન્યુઆરી 2026ના રોજ નંદેસરી પોલીસ મથક હદમાં (સાંકરદા બ્રિજ પાસે) ખેડાથી તામિલનાડુ જઈ રહેલું લોખંડના એંગલ્સથી ભરેલું ટ્રેલર રોંગ સાઇડમાં આવતું હતું. ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસેની ડ્રાયફ્રૂટની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું. દુકાનની દીવાલ તૂટી પડી અને એક વ્યક્તિ અમિતકુમાર રામ ગંભીર રીતે ઘાયલ થયો. ટ્રેલર ડ્રાઇવર પણ ઘાયલ થયો હતો. જોકે રૂમમાં સૂતા અન્ય 6 લોકો નસીબથી બચી ગયા હતા.
28 જાન્યુઆરી 2026સે પણ સુંદરપુરા ગામ પાસે એક કારે પાછળથી બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી, જેના કારણે બાઇક રોડની બાજુમાં પલટી ગઈ હતી. જેમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.આ લગાતાર અકસ્માતો (Accident) પછી સ્થાનિક લોકો અને મુસાફરોમાં આ હાઇવે પર મુસાફરી કરવાનો ભય વધ્યો છે.
આ પણ વાંચોઃવડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત
આ પણ વાંચોઃવડોદરા એરપોર્ટ સર્કલ પાસે ભયાનક અકસ્માત, એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત
આ પણ વાંચોઃવડોદરામાં વધુ એક અકસ્માત સર્જાયો, દિવાળીપુરા કોર્ટ રોડ પર એક્ટિવા ચાલકનું મોત
