VADODRA NEWS/ વડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત

રામ રાખે તેને કોણ ચાખે – આ કહેવત વડોદરામાં ફરી એકવાર સાચી સાબિત થઈ ….. જાણો એવું શું થયું Vadodraમાં ??

Gujarat Top Stories Vadodara Trending
Vadodra

Gujrat News:વડોદરા (Vadodra)ના નંદેસરી બ્રિજ પર બનેલી એક દિલધડક ઘટનામાં 20 વર્ષીય યુવકનો ચમત્કારિક રીતે જીવ બચ્યો છે. એક ક્ષણ માટે બધાને લાગ્યું કે યુવક હવે બ્રિજ પરથી નીચે પટકાઈ જશે, પરંતુ કુદરત અને માનવ સહાય બંને સાથે આવી અને મોટી દુર્ઘટના ટળી ગઈ.

મળતી માહિતી મુજબ, આણંદ (Aanand)જિલ્લાના અડાસ ગામનો રહેવાસી 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા શનિવારે સવારે મોપેડ લઈને Vadodra તરફ જઈ રહ્યો હતો. તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. સવારે અંદાજે 10:30 વાગ્યે નંદેસરી બ્રિજ પર પહોંચતા પાછળથી આવેલા એક અજાણ્યા વાહને તેના મોપેડને ટક્કર મારી હતી.

વડોદરા (Vadodra)માં 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત ફર્યો

ટક્કર એટલી જોરદાર હતી કે સિદ્ધરાજ મોપેડ પરથી ઉછળી ગયો અને બ્રિજની દીવાલ તરફ ફેંકાઈ ગયો. એક ક્ષણ માટે તે સીધો 20 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પડવાની સ્થિતિમાં હતો. પરંતુ સદનસીબે તેનો શર્ટ બ્રિજ પર આવેલા વીજપોલમાં ફસાઈ ગયો, જેના કારણે તે નીચે પડતાં બચી ગયો અને થાંભલાના સહારે લટકી ગયો.

આ અકસ્માતમાં યુવકને ઇજા પહોંચતાં તે બેહોશ થઈ ગયો હતો. બ્રિજ પરથી યુવક લટકતો દેખાતા ત્યાંથી પસાર થતા લોકો એકત્ર થઈ ગયા. ભારે હિંમત અને સમજદારી દાખવીને કેટલાક રાહદારીઓએ યુવકનો હાથ પકડીને ઉપર ખેંચી લીધો. આખી ઘટના દરમિયાન લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.

20 ફૂટ ઊંચા બ્રિજ પરથી પડતો બચ્યો

આ ઘટનાનો એક દિલ ધડકાવતો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો યુવકને બચાવવા માટે પ્રયત્ન કરતા નજરે પડે છે. બચાવ બાદ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવીને યુવકને વડોદરા(Vadodra) શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને આણંદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા નજીક આવેલી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.

VADODRA
VADODRA GEMINI

રાહદારીઓની હિંમતથી યુવકનો બચાવ

Vadodraની આ ઘટનાનો પ્રત્યક્ષદર્શી અને સાંકરદા ગામના રહેવાસી અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું કે, “હું મારા પિતા સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવક બ્રિજ પર લટકતો દેખાયો. તે બેહોશ હતો. સમય બગાડ્યા વગર અમે આસપાસના લોકોની મદદથી તેને ઉપર ખેંચી લીધો.”

ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ (police)પણ તાત્કાલિક હરકતમાં આવી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત કેવી રીતે થયો અને ટક્કર મારનાર વાહન અંગે તપાસ ચાલી રહી છે. જોકે, પરિવાર તરફથી હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી નથી.

એક ક્ષણમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલતો યુવક, પરંતુ સમયસર મળેલી મદદ અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ. આ ઘટના ફરી એકવાર માનવતા અને સતર્કતાની મહત્તા બતાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : વડોદરામાં ફરી એક બેફામ ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, બે લોકોને લીધા અડફેટે

આ પણ વાંચો : પંચમહાલમાં ચાઈનીઝ દોરીએ લીધો આધેડનો જીવ

આ પણ વાંચો : વડોદરામાં પ્રતિબંધિત કફસીરપનો જથ્થો ઝડપાયો