Vadodara News/ વડોદરામાં પ્રતિબંધિત કફસીરપનો જથ્થો ઝડપાયો

વડોદરા શહેરમાં નશા વિરુદ્ધ પોલીસની સખ્ત કાર્યવાહી સામે આવી છે. સીટી પોલીસ સ્ટેશનની ટીમે યાકુતપુરા વિસ્તારમાંથી પ્રતિબંધિત કોડીન ફોસ્ફેટ કફસીરપનો જથ્થો ઝડપી લીધો છે.

Top Stories Gujarat Vadodara Breaking News
કફસીરપ

Vadodara News:યુવાધનને નશાથી બચાવવા વડોદરા પોલીસ એક્શન મોડ પર છે. ત્યારે વડોદરા શહેરમાં નશા વિરુદ્ધ કાર્યવાહી કરતા સીટી પોલીસ સ્ટેશનની ટીમે યાકુતપુરા વિસ્તારમાંથી પ્રતિબંધિત કોડીન ફોસ્ફેટ કફસીરપની (Cough syrup) 8 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે. યુવાધનને નશાથી બચાવવા કરાયેલી આ કાર્યવાહીમાં આરોપી ફીરોઝ શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સાથે પોલીસે  રૂ. 49 હજાર રોકડ રકમ  એક્ટીવા અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.વડોદરામાં નશાકારક પદાર્થ નો વેપલો જાણે અટકવાનું નામ લેતો નથી.

કફસીરપનો જથ્થા સાથે એક ઇસમની ધરપકડ

થોડા દિવસ પહેલા પણ વડોદરામાં (Vadodra) ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) નશાકારક કફસીરપનો જથ્થો ઝડપ્યો હતો. આજવા રોડના દત્તનગરમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડયા હતા. જેમાં મંજીત સિંઘ નશાકારક કફ સીરપના જથ્થા સાથે ઝડપાયો હતો.આ કફસીરપમાં કોડીન નામનું નાર્કોટિક્સ ઘટક હોવાનું સામે આવ્યું હતું. યુવક અગાઉ ચોરીના ગુનામાં પણ સપડાયેલો હતો, તેની પાસેથી 11 કફસીરપની બોટલ પકડવામાં આવી હતી. તે

આપને જણાવી દઈએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ વખતે બાતમી મળી હતી કે દત્તનગરના સયાજી પાર્ક પાસે આજવા રોડ પર રહેતો મનજીતસિંહ કતારસિંહ સિકલીગર છૂટક વેચાણ માટે તેના ઘરમાં માદક દ્રવ્ય કફ સિરપ છુપાવે છે. આ માહિતીના આધારે કાર્યવાહી કરતા, ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ઘર પર દરોડો પાડ્યો. લોખંડના કબાટ પાસે એક થેલીમાંથી ત્રિપોલિડિન હાઇડ્રોક્લોરાઇડ અને કોડેઇન ફોસ્ફેટ સિરપની કુલ 11 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹12,941 હતી.આ દવામાં કોડીન નામનો માદક દ્રવ્ય હતું અને લાઇસન્સ વિના તેનું વેચાણ ગેરકાયદેસર છે. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી પાસે કોઈ પરમિટ કે લાઇસન્સ નહોતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં નશાકારક પદાર્થ નું વેચાણ કરતો ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યમાં 2 વર્ષમાં મેફેડ્રોન, ગાંજો, હેરોઈન અને કફસીરપ ડ્રગ્સનું વેચાણ વધ્યું

આ પણ વાંચો:અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો