ચાહકોનું સેલિબ્રિટીઓ પ્રત્યેનું પ્રેમ અને વળગણ નવી વાત નથી. પરતું ઘણીવાર, સ્ટાર્સ તેમના ચાહકોના અવિનય અથવા અસ્વીકાર્ય વર્તનનો ભોગ બની જાય છે. ત્યારે આવી પરિસ્થિતિ તેમના માટે ઘણી વાર મુશ્કેલીજનક બની જતી હોય છે. અને “ધ રાજા સાહેબ” ફિલ્મની અભિનેત્રી સાથે પણ આવું જ બન્યું છે.
વાત કઇંક આમ છે કે, નિધિ અગ્રવાલ ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ રાજા સાહેબ’માં જોવા મળશે. આ ફિલ્મમાં નિધિ અગ્રવાલ પ્રભાસની સાથે જોવા મળશે. નિધિ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, નિધિ ફિલ્મના એક ગીતના લોન્ચિંગ માટે હૈદરાબાદ પહોંચી હતી. જ્યારે નિધિ ગીત લોન્ચિંગ ઇવેન્ટ માટે પહોંચી ત્યારે ચાહકોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પરંતુ જ્યારે તે ઇવેન્ટમાંથી બહાર નીકળી રહી હતી, ત્યારે તે ભીડથી ઘેરાયેલી ગઇ. જેનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.
વિડિયોમાં જોતા લાગે છે કે નિધિ અગ્રવાલ આસપાસ મોટી ભીડમાં ફસાઈ ગઈ હતી. ચાહકોનો વર્તન સ્પષ્ટ રીતે અનિચ્છનીય અને અસ્વીકાર્ય હતું. નિધિ અગ્રવાલ પોતાની સાબિતી માટે પોતાના ડ્રસથી પોતાને બચાવતી જોવા મળી રહી છે. ભીડમાંથી કેટલાક લોકો તેની ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમ તેમ કરી તાત્કાલિક, નિધિ પોતાની કાર સુધી પહોંચી અને અંદર બેસી અને કારનો દરવાજાને લોક કરી દીધો. ત્યારે જઇને તે થોડો શાંતિનો શ્વાસ લઈ શકી. વિડિયાના અંતે, નિધિ ભયભીત અવાજમાં પુછે છે કે આ બધું ક્યાંથી થયું?
સોશિયલ મીડિયામાં લોકોનો રોષ ફૂટ્ય
નિધિ અગ્રવાલ સાથે જે રીતે વર્તન થયું તે ખૂબજ અપમાનજનક હતું. લોકો હવે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું, “પ્રાણીઓ સાથે પણ આ કરતાં વધુ સારો વર્તન થાય છે,” જે દર્શાવે છે કે આ વ્યવહાર સ્વીકાર્ય નથી અને અસંવેદનશીલ છે.
જોકે, ઘણા લોકો પ્રભાસના ચાહકોને પણ દોષી ઠેરવી રહ્યા છે. લોકો કહે છે કે પ્રભાસના ચાહકોએ જ નિધિ અગ્રવાલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જોકે, આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો: બોર્ડર 2 રીલીઝ અંગે વરુણ ધવને દિલજીત દોસાંઝની ભારે મહેનતની કરી સરાહના
આ પણ વાંચો: ‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!

