Entertainment News/ શિલ્પા શેટ્ટી ના મુંબઇ સ્થિત બૅસ્ટિયન રેસ્ટોરન્ટ પર IT વિભાગની રેડ…બેંગલુરુની રેસ્ટોરન્ટ પર અગાઉ થયેલી છે FIR..!

શિલ્પા શેટ્ટી ત્રણેય તરફથી ધેરાઇ ગઇ છે…IT ની રેડ, ED અને EOW…એની મુંબઇ અને બેંગલુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિવાદોના વમળમાં અને કાનૂની પ્રક્રિયાના ધેરામાં….

Trending Entertainment
શિલ્પા શેટ્ટી, રેસ્ટોરન્ટ, IT ની રેડ

Entertainment News: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પર જાણે કે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે! અગાઉ એમના બેંગલુરુ સ્થિત રેસ્ટોરન્ટ પર FIR નોંધવામાં આવેલી છે, ત્યારબાદ, EOWએ 60 કરોડ ના ફ્રોડ મામલે નવી કલમ લગાવી અને હવે મુંબઇના દાદર સ્થિત બૅસ્ટિયન રેસ્ટોરન્ટ પર IT ની રેડ  (IT Raid) પડી છે!

શિલ્પા શેટ્ટી ના મુંબઇ સ્થિત બૅસ્ટિયન રેસ્ટોરન્ટ પર IT વિભાગની રેડ

બોલીવુડ એક્ટ્રેસ (Bollywood Actress) શિલ્પા શેટ્ટીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઇ રહી! એક તરફ 60 કરોડ જેવી મોટી રકમની છેતરપિંડી (Fraud) મામલામાં એ પહેલેથી જ ફસાયેલી છે ત્યાં વળી 17 ડિસેમ્બર, બુધવારના રોજ ઇન્કમ ટેક્સ વિભાગે એમના મુંબઇના દાદર વિસ્તારમાં આવેલી બૅસ્ટિયન રેસ્ટોરન્ટ પર છાપો માર્યો છે. આ રેડ ના ઘટનાસ્થળ પર અનેક ઓફિસરો પહોંચ્યા હતા અને કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતુ!

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઇના દાદર સ્થિત બૅસ્ટિયન રેસ્ટોરન્ટ (Bastian Restaurant, Mumbai) પર સવારે છાપામારી કરવામાં આવી હતી. જો કે, આ અંગે IT ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ માહિતી આપવામાં આવી નથી. શિલ્પા આ રેસ્ટોરન્ટની કો-ઓનર છે અને રણજીત બિન્દ્રા એના અન્ય માલિક છે. વર્ષ 2016માં શરુ કરવામાં આવેલી આ રેસ્ટોરન્ટ એના સી-ફૂડ (Sea Food) માટે લોકપ્રિય છે!

શિલ્પા શેટ્ટી, રેસ્ટોરન્ટ, IT ની રેડ

બેંગલુરુ વાળા બેસ્ટિયન રેસ્ટોરન્ટ સામે FIR નોંધાઇ

બેંગલુરુ પોલીસે (Bengaluru Police) અભિનેત્રીના આ જ નામના રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR નોંધી ત્યાર બાદ, શિલ્પાના મુંબઇ સ્થિત રેસ્ટોરન્ટ પર પણ ITની છાપામારી થઇ છે. કથિત રીતે, બેંગલુરુના બૅસ્ટિયન પર નિશ્ચિત સમય કરતા લાંબો સમય રેસ્ટોરન્ટ ખુલ્લું રાખવાનો અને નિયમભંગ કરીને મોડી રાત સુધી પાર્ટીઓ (Party) કરવાની મંજૂરી આપવાના આરોપ (Allegations) છે. આ મામલાની નોંધ મંગળવારે, કર્ણાટક પોલીસ એક્ટની કલમ 103 અંતર્ગત ઘણી ફરિયાદો બાદ કરવામાં આવી હતી. આ FIR કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે કારણ કે, બેંગલુરુ શહેરમાં બૅસ્ટિયન રેસ્ટોરન્ટ સેન્ટ માર્ક રોડ પર સ્થિત છે.

શિલ્પા શેટ્ટી, રેસ્ટોરન્ટ, IT ની રેડ

શિલ્પા શેટ્ટીએ આરોપોને ફગાવ્યાં

એવું કહેવાય છે કે, બેસ્ટિયન રેસ્ટોરન્ટ 11 ડિસેમ્બરે નિયત સમય કરતાં મોડી રાત સુધી 1:30 વાગ્યા સુધી ખુલ્લી રહી હતી. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર, રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ વિરુદ્ધ મામલો નોંધ્યો છે. જો કે, શિલ્પા શેટ્ટીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (Instagram Post)માં આ તમામ આરોપોનો ઇન્કાર કર્યો હતો અને એણે લખ્યું છે કે, “અમે આ ફેલાઇ રહેલા નિરાધાર અને મનસ્વી આરોપોને સ્પષ્ટ રીતે ખંડન કરીએ છીએ. જે મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે એમને કોઇ કાયદાકીય આધાર વિના જ ગુનાખોરીનું સ્વરુપ આપવામાં આવી રહ્યું છે!”

શિલ્પા શેટ્ટીએ કહ્યું, મામલો હાઈકોર્ટમાં છે, સંયમ રાખો

શિલ્પાએ પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું છે કે, “માનનીય હાઈકોર્ટ (High Court)માં અગાઉથી જ એક અરજી દાખલ કરવામાં આવેલી છે અને એની સુનાવણી થવાની બાકી છે. તપાસમાં પૂરો સહયોગ આપ્યા બાદ અમને પૂર્ણ ભરોસો છે કે, ન્યાય (Justice) મળશે તથા અમને આપણા દેશની કાનૂની પ્રવર્તમાન એજન્સીઓ અને ન્યાય પ્રણાલી પર પૂર્ણ વિશ્વાસ છે. અમે મીડિયા (Media)ને માનપૂર્વક આગ્રહ કરીએ છીએ કે મામલો વિચારાધીન હોવાથી સંયમથી વર્તે.”

શિલ્પા શેટ્ટી, રેસ્ટોરન્ટ, IT ની રેડ

60 કરોડની છેતરપિંડીના મામલામાં EOW પછી ED ની પણ એન્ટ્રી થઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી અને એના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની વિરુદ્ધ ‘ઇકોનોમિક ઓફિસ વિંગ’ (EOW) દ્વારા પણ 60.40 કરોડના ફ્રોડના મામલામાં તપાસ ચાલી રહી છે. એક લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટ ડીલ માટે મુંબઇના એક બિઝનેસમેને આ યુગલ પર આરોપ લગાવ્યા છે. EOW એ આ કિસ્સામાં હવે એક નવી કલમ 420 (Act 420) પણ ઉમેરી છે, એના માટે ઘણા સબૂત પણ એકઠા કર્યા છે, જેમાં ઇલેક્ટ્રોનિક સબૂત પણ સામેલ છે. આ પગલું લેવાયા બાદ હવે આ મામલો પ્રવર્તન નિર્દેશાલય અર્થાત્ ED ની તપાસના દાયરામાં આવી ચૂક્યો છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ બાદ અર્જુન રામપાલનું નિવેદન આવ્યું સામે, કહ્યું – મારે કોઈ લેવાદેવા નથી

આ પણ વાંચો: બિગ બોસ 19 ના ઘરમાંથી નીકળતાવેંત તાન્યા મિત્તલ પર દગાનો આરોપ…લોકોએ કહ્યું કે….

આ પણ વાંચો: ‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!