Entertainment News : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષની વયે પણ પૂરી ઊર્જા સાથે કેમેરા સામે સક્રિય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ હતી કે બિગ બી એક્ટિંગ અને ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) માંથી નિવૃત્તિ (Retirement) લેવા જઈ રહ્યા છે. જોકે, હવે ખુદ અમિતાભ બચ્ચને પોતાની બ્લોગ પોસ્ટ દ્વારા આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
Amitabh Bachchan : બ્લોગ પોસ્ટથી ફેલાઈ અફવા અને બિગ બીની સ્પષ્ટતા
બિગ બીએ અગાઉ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે “હવે ઘણું મોડું થઈ ગયું છે અને નિવૃત્ત થવાનો સમય આવી ગયો છે”. આ વાંચીને ફેન્સને લાગ્યું કે તેઓ એક્ટિંગમાંથી સંન્યાસ લઈ રહ્યા છે.નિવૃત્તિના અહેવાલો વાયરલ થતાં જ બિગ બીએ નવી બ્લોગ પોસ્ટ શેર કરીને લખ્યું, “જી નહીં હુજૂર… હું હજુ મારા કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો નથી.”
“નિવૃત્તિ” નો અર્થ સૂવા જવાનો હતો!
અભિનેતાએ સ્પષ્ટતા કરી કે તેમની જૂની પોસ્ટનો સરળ અર્થ એ હતો કે રાત્રે ઘણું મોડું થઈ ગયું છે અને હવે સૂવા જવાનો સમય થઈ ગયો છે.બિગ બીએ ઉમેર્યું કે હાલમાં તેમનો નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ આજે પણ પોતાના કામને લઈને પહેલાં જેટલા જ ઉત્સાહિત છે.
આ પણ વાંચો :KBC 18 પરથી અમિતાભ બચ્ચન વિદાય લેશે? ‘કૌન બનેગા કરોડપતિ’ છોડવાના બિગ બીએ આપ્યા સંકેત
આ પણ વાંચો :કૌન બનેગા કરોડપતિના મંચ પર ભાવનગરના ડોક્ટરેને જોઈને અમિતાભ બચ્ચન થયા ભાવુક
આ પણ વાંચો :રેખા અમિતાભ બચ્ચન અને જયા સાથે લોંગ ડ્રાઈવ પર જતી,‘બંને આગળની સીટ પર બેસતા અને…’
