Entertainment News/ KBC 18 પરથી અમિતાભ બચ્ચન વિદાય લેશે? ‘કૌન બનેગા કરોડપતિ’ છોડવાના બિગ બીએ આપ્યા સંકેત

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC 18)છોડવાના અને નિવૃત્તિ લેવાના સંકેત આપ્યા છે. સ્પર્ધકોની કરુણ વાર્તાઓ સાંભળીને તેમણે હોસ્ટિંગ ચાલુ રાખવામાં મુશ્કેલી વ્યક્ત કરી છે.

Entertainment
KBC 18 Will Amitabh Bachchan quit

Entertainment News : હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ટીવીના સૌથી લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC 18 ) ના માધ્યમથી કરોડો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. જોકે, હાલમાં શોની 18 મી સીઝનનું હોસ્ટિંગ કરી રહેલા બિગ બીએ પોતાના સત્તાવાર બ્લોગમાં KBC છોડવાનો અને નિવૃત્તિ લેવાનો પરોક્ષ સંકેત આપ્યો છે. આ સમાચાર સામે આવતાં જ દેશભરમાં રહેલા તેમના ચાહકો ભારે ભાવુક થઈ ગયા છે.

KBC 18 : સ્પર્ધકોની કરુણ વાર્તાઓ સાંભળવી બની મુશ્કેલ

પોતાના તાજેતરના બ્લોગમાં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો છે કે શોમાં આવતા કેટલાક સ્પર્ધકોની ગંભીર અને સંઘર્ષપૂર્ણ અંગત કહાનીઓ સાંભળીને પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો અને હોસ્ટિંગ ચાલુ રાખવું તેમના માટે હવે ખૂબ કઠિન બની રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ અનુભવ તેમના મન માટે અત્યંત પીડાસ્પદ સાબિત થઈ રહ્યો છે, જેના કારણે હવે તેમને કામમાંથી વિરામ લેવાની અને નિવૃત્ત થવાની ઈચ્છા થઈ રહી છે.

બે દાયકાથી વધુ સમયથી KBC નો મુખ્ય ચહેરો

વર્ષ 2000માં KBC ની શરૂઆત થઈ ત્યારથી જ બિગ બી આ શોની ઓળખ રહ્યા છે. માત્ર ત્રીજી સીઝનમાં શાહરુખ ખાને હોસ્ટિંગ કર્યું હતું, તે સિવાયની તમામ સીઝનમાં અમિતાભ બચ્ચને પોતાની આગવી શૈલીથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. આ અગાઉ 2025માં 17મી સીઝન વખતે પણ તેઓ શો છોડશે તેવી અફવાઓ વહેતી થઈ હતી, પરંતુ બાદમાં તે દાવાઓ ખોટા સાબિત થયા હતા. હવે તેમની આ નવી બ્લોગ પોસ્ટે ફરી એકવાર શોના ભવિષ્ય અંગે ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો :7 ભાગમાં બનશે ‘શ્રીમદ ભાગવત’, પહેલા પાર્ટ ‘વિષ્ણુરથ’ની જાહેરાત

આ પણ વાંચો :બિપાશા બસુના ન્યુટ્રિશન પ્રોડક્ટમાં કીડા મળ્યા, FDA કમિશનરને કરી અપીલ

આ પણ વાંચો :‘કાલા હિરન’ ફિલ્મ વિવાદ ઘેરાયો: રિલીઝ પર રોક લગાવવા સલમાન ખાન પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ, મેકર્સે આપી સ્પષ્ટતા