Not Set/ હાઉસફુલ 4ના સેટ પર એવું તો શું થયું કે ૧૦૦ ડાન્સર્સને ચડવા પડ્યા પોલીસ સ્ટેશનના પગથિયા

મુંબઈ મુંબઈમાં હાઉસફફુલ ૪ના શુટિંગ દરમ્યાન છેડછાડનો મામલો સામે આવ્યો છે. આ ફિલ્મના ડાન્સર્સએ આરોપ લગાવ્યો છે કે ૨ લોકોએ તેમની જોડે ખરાબ રીતે છેડછાડ કરી છે. Mumbai: A female junior artist was allegedly molested by a man, who was among six men who were manhandling another junior artist, at the sets of film Housefull […]

Trending Entertainment

મુંબઈ

મુંબઈમાં હાઉસફફુલ ૪ના શુટિંગ દરમ્યાન છેડછાડનો મામલો સામે આવ્યો છે. આ ફિલ્મના ડાન્સર્સએ આરોપ લગાવ્યો છે કે ૨ લોકોએ તેમની જોડે ખરાબ રીતે છેડછાડ કરી છે.

આ મામલા બાદ ૧૦૦થી પણ વધારે ડાન્સર્સ પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા અને આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.

હાઉસફફુલ ૪ના શુટિંગ કરી રહેલા ડાન્સર્સનો આરોપ છે કે કેટલાક લોકો બળજબરીપૂર્વક સેટ પર આવી ગયા હતા અને મહિલા ડાન્સર્સ સાથે છેડછાડ કરવા લાગ્યા. ૬  આરોપીમાંથી એક આરોપીનું નામ પવન શેટ્ટી છે.

પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. સેટ પર ડાન્સર્સ સાથે છેડછાડ થયા બાદ ૧૦૦ ડાન્સર્સ ભેગા મળીને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા પહોચ્યા હતા અને મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ફિલ્મનું શુટિંગ ચિત્રકૂટ સ્ટુડીઓમાં ચાલી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના જયારે બની ત્યારે ત્યાં અક્ષય કુમાર, બોબી દેઓલ અને રીતેશ દેશમુખ પણ હાજર હતા.

તમને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાના આરોપના લીધે નાના પાટેકરે આ ફિલ્મને છોડી દીધી છે. આ ફિલ્મમાં નાના પાટેકરે ૬ દિવસનું શુટિંગ કરી લીધું હતું હવે તેમને બીજા એક્ટરથી રિપ્લેસ કરવાની વાત ચાલી રહી છે. જો કે હજુ સુધી રિપ્લેસ એક્ટર જે નાના પાટેકરની જગ્યા લેશે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.