દરેક વ્યક્તિની હથેળી પર કોઈક ને કોઈક નિશાન બનેલા હોય છે જેમાં અમુક શુભ હોય છે તો અમુક અશુભ. વ્યક્તિની હથેળી પરની બધી રેખાઓમાં ભાગ્યરેખાનું મહત્વ વિશેષ હોય છે. જો ભાગ્ય રેખા સારી જગ્યાએ બને તો વ્યક્તિ ધનવાન બને છે અને હમેંશા ભાગ્ય એમનો સાથ આપે છે. હસ્તરેખા જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવા યોગ બતાવામાં આવ્યા છે કે જો એ તમારી હથેળી પર બનતા હોય તો એ અચાનક ધનલાભ અને સરકારી નોકરી મળવાનો સંકેત દર્શાવે છે. વાંચો આવા હથેળીના અમુક ખાસ શુભ યોગ..

જો હથેળીમાં ભાગ્ય રેખા મણીબંધ ( જ્યાંથી કાંડું શરૂ થાય છે) થી થઈને સીધી શનિ પર્વત પર જઈને મળે તો વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે. આવા લોકોનું નસીબ વધારે તેજ હોય છે. જીવનમાં આવા લોકોને ભાગ્ય હમેંશા સાથે આપે છે. આ યોગને ગજલક્ષ્મી યોગ કહે છે.

જો કોઈની હથેળી પર સૂર્ય રેખા નીકળીને ગુરુ પર્વતની તરફ જતી હોય તો આ વ્યક્તિ કોઈ મોટો સરકારી અધિકારી બને છે.

સૌથી નાની આંગળીના નીચે વાળા ભાગને બુધ પર્વત કહે છે અને જો ત્યાં ત્રિભુજની આકૃતિ બને તો વ્યક્તિ ઉચ્ચપદ પ્રાપ્ત કરી શકે છે.

જો અંગુઠા પર ચક્રનું નિશાન હોય તો એ વ્યક્તિ ઘણો ભાગ્યશાળી કહેવાય છે. એનું કોઇપણ કામ અટકતું નથી. એને સફળતા ઘણી જલ્દી મળી જાય છે અને પોતાના ક્ષેત્રમાં મહારથી બનાવી દે છે.

જો ભાગ્ય રેખા ચંદ્ર પર્વત થી શરુ થઈને કપાયા વગર સીધી શની પર્વત સુધી પહોચતી હોય તો વ્યક્તિ પર શનિ ભગવાન મહેરબાન હોય છે. આવા વ્યક્તિને જીવનમાં એશો – આરામ મળે છે.
