Lifestyle/ 1 જ કપ મગનીદાળ અને મુઠ્ઠીભર પાલખમાંથી પ્રોટીન-આયર્નથી ભરપૂર ક્રિસ્પી પુરી…બાળકોની મનપસંદ રેસિપી..!

મગની દાળને પ્રોટીનનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે અને પાલખમાં આયર્ન હોય છે. Moong Dal Palak Puri ખાવામાં ટેસ્ટી ઉપરાંત પ્રોટીન તથા આયર્નથી…

Trending Food Lifestyle
Moong Dal Palak Puri...બાળકોને પસંદ પડે એવી પૌષ્ટિક રેસિપી!

Lifestyle: બાળકોને રોટલીથી વધારે પરોઠા અને પુરી ખાવાનું ઘણું જ પસંદ હોય છે અને જો તમે ઘરે જ હૅલ્ધી પુરી કે પરોઠા બનાવી આપો તો એ લોકો બહારનું તળેલું ફરસાણ અથવા તો પેકેટ ફૂડ ખાવાનું ટાળશે! મગદાળ અને પાલખની પુરી (Moong Dal Palak Puri) ખાવામાં ટેસ્ટી હોવા ઉપરાંત પ્રોટીન તથા આયર્નથી ભરપૂર હોય છે અને આ બનાવવાનું પણ મજેદાર છે! તો ચાલો જોઇએ આ બાળકો ( kids)ની મનપસંદ રેસિપી વિશે વિસ્તૃતપણે…

પ્રોટીન-આયર્નથી ભરપૂર રેસિપી (Protein-Iron Rich Recipe)

આખી મગની દાળને પ્રોટીનનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે અને પાલખમાં આયર્ન હોય છે. આ બંનેને હંમેશાં આપણા આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે આથી જ આનાથી રુડી અન્ય કઇ રેસિપી હોઇ શકે?

મગ અને પાલખ પુરી

બટાટાનું શાક અને પુરીનું કોમ્બિનેશન કોને ન ભાવે? ઘણા વિશેષ પ્રસંગો અને તહેવારો આવે ત્યારે લોકોના ઘરમાં આ વાનગી બનતી હોય છે. તમે અજમાની પુરી, વેડમી પુરી અને મેથીની પુરી કે પાલખની પુરી ખાધી હશે પણ આજે તમને પુરીનું એક નવું વર્ઝન દર્શાવવા જઇ રહ્યાં છીએ. આ પુરીઓ ખાવામાં મજેદાર છે અને એની સાથે પ્રોટીન-આયર્ન જેવા પોષણથી સભર (Protein & Iron rich Recipe) છે. બાળકો માંગી-માંગીને ખાય એવી આ પૂરી બનશે અને વડીલોને પણ પસંદ પડશે. તમે એકવાર આ નવી અને સ્વાદિષ્ટ રેસિપી અવશ્ય બનાવી જો જો…

શી રીતે બનાવશો મગદાળ અને પાલખની પુરી? (Moong Dal Palak Puri)

મગદાળ અને પાલખની પુરી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 કપ ફણગાવેલા મગ અથવા મગની દાળ

1/2 કપ પાલખ

1 કપ ઘઉંનો લોટ

2 મોટી ચમચી સોજી

1 ઈંચ આદુનો ટુકડો

1/2 ચમચી અજમો

સ્વાદાનુસાર મીઠું

2 લીલા મરચાં

1/2 ચમચી હળદર

1 મોટો ચમચો તેલ (મોણ માટે)

તળવા માટે તેલ

આવશ્યકતા અનુસાર પાણી

મગદાળ પાલખની પુરી માટેની સામગ્રી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ભીંજવીને રાખેલા, ફણગાવેલા મગ (Sprouted Moong) અથવા તો મગદાળને ઉકાળેલી પાલખ (Spinach), આદુ અને લીલા મરચાં સાથે મિક્સ કરીને વાટી લેવી. એમાં અડધો કપ પાણી ઉમેરીને સરસ પેસ્ટ બનાવી લેવી.

2. આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને એમાં અજમો, મીઠું, હળદર, સોજી અને ઘઉંનો લોટ (Wheat Flour) ઉમેરીને સખત લોટ બાંધી લો.

3. આ બાંધેલા લોટને 1 ચમચી તેલ વડે કેળવી લો અને ભીના કપડાથી ઢાંકીને 10-15 મિનિટ સુધી રહેવા દો.

4. હવે લોટના નાના લુવા બનાવો અને પાટલી પર થોડું તેલ લગાવીને મધ્યમ જાડાઇની પુરીઓ વણી લો.

5. આ અગાઉ જ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું. અને એક-એક કરીને પુરીઓને તળી લેવી.

6. પુરીઓને પ્રથમ ટિશ્યૂ પેપર પર કાઢી લેવી, જેથી એમાંથી એક્સ્ટ્રા ઓઇલ નીકળી જાય.

તો તૈયાર છે ગરમાગરમ મગદાળ-પાલખની પુરીઓ (Moong Dal Palak Puri)….જેને તમે શાક, અથાણા, ચટણી (Chutney) અને ચા સાથે સર્વ કરી શકો છો. જો તેલમાં ફ્રાય કરેલી પુરી ખાવા ન માગતા હો તો તમે માઈક્રોવેવમાં તેલ વિના પણ ફૂલેલી પુરી ઝીરો ઓઇલમાં બનાવી શકો છો.


આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!

આ પણ વાંચો: હલવો, ચણા, ખીર અને પુરી…કન્યા પૂજન માટે બનાવો પ્રસાદની થાળી…ભાવથી જમાડો..!