Lifestyle: બંગાળ એની વૈવિધ્યપૂર્ણ વાનગીઓ માટે જાણીતું છે. રસગુલ્લા, ઝાલમુરી અને સંદેશ (Rasgulla, Jhalmuri and Sandesh) જેવી વાનગીઓ તો ભારતભરમાં ફૅમસ છે. રાધાવલ્લભી પુરી (Radhaballabhi Puri)….આ નામ એટલું જાણીતું નથી પણ આ પુરી પોતાના કુરકુરા સ્વાદ અને મસાલેદાર સ્ટફિંગ માટે ઘણી પસંદ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું આ બંગાળી પરંપરાગત વાનગીની રેસિપી વિશે…
પુરીઓ તો અનેક પ્રકારની હોય છે પણ આ રાધાવલ્લભી પુરી એક નોખા પ્રકારની છે. જો તમે અન્ય પૂરીઓથી બોર થઇ ગયા હો તો આ મશહૂર બંગાળી ડિશ (Bengali Dish Radhaballabhi Puri)અવશ્ય બનાવી શકો છો. આ પુરી બહારથી ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર હોય છે. એનું દાળનું સ્ટફિંગ એટલું ગજબ હોય છે કે એને મસાલા આલુ, કોઈ પણ શાક અથવા તો આમલીની ચટણી સાથે ખાવાની મજા પડે છે! આજે તમને ઘરે જ આ સ્વાદસભર પૂરી (Stuffed Puri) બનાવવાની સરળ રીત દર્શાવીશું જેથી તમે કોઈ પણ વિશેષ પ્રસંગ અથવા તો તહેવાર (Festival) પર આ પૂરી તૈયાર કરી શકશો…
શી રીતે બનાવશો રાધાવલ્લભી પુરી? (Radhaballabhi Puri Recipe)
રાધાવલ્લભી પુરી (Radhaballabhi Puri) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સ્ટફિંગ (Stuffing) માટે સામગ્રી
1 કપ અડદની દાળ
1 નાની ચમચી લાલ મરચું પાવડર
1 નાની ચમચી હીંગ
1 નાની ચમચી વરિયાળી
1 નાની ચમચી આદુની પેસ્ટ
સ્વાદાનુસાર મીઠું
સ્વાદાનુસાર ખાંડ
2 મોટા ચમચા તેલ
લોટ બાંધવાની સામગ્રી (Puri Ingredients)
1 કપ લોટ
સ્વાદાનુસાર મીઠું
સ્વાદાનુસાર ખાંડ
નવશેકું પાણી
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ પૂરી બનાવવા માટે અડદની દાળને સરસ રીતે સાફ કરીને ધોઇ લેવી.
2. એમાં હીંગ અને વરિયાળી ઉમેરીને વાટી લો. દાળની પેસ્ટ ઘણી પાતળી ન થાય એનું ધ્યાન રાખવું.
3. હવે એક પૅનમાં બે ચમચા તેલ ગરમ કરવું. એમાં કાળું જીરું અને આદુની પેસ્ટ ઉમેરીને થોડી સેકન્ડ સુધી શેકી લેવું.
4. ત્યાર બાદ, દાળની પેસ્ટ નાખવી અને એમાં મીઠું, ખાંડ, લાલ મરચું પાવડર ઉમેરીને ધીમા ગૅસ પર પકાવવું.
5. દાળને સતત હલાવતા રહેવી જેથી એ પૅનના તળિયે ચોંટી ન જાય. જ્યારે એનું તમામ પાણી સુકાઇ જાય અને મિશ્રણ ઘટ્ટ બની જાય પછી એને ઠંડુ થવા દેવું.
6. હવે પૂરીનો લોટ બાંધી લેવો. એ માટે એક કથરોટમાં ઘઉંનો લોટ લઇ લેવો અને એમાં થોડું મીઠું અને ખાંડ ઉમેરવી.
7. નવશેકું પાણી ધીમે-ધીમે ઉમેરતા જઈને નરમ લોટ બાંધી લેવો અને 15 મિનિટ સુધી રેસ્ટ કરવા દેવો.
8. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. અને લોટને કેળવી લઇને એના નાના-નાના લુવા બનાવી લેવા.
9. આ દરેક લુવાને વચ્ચેથી ચપટો કરીને એમાં સ્ટફુંગ ભરી લેવું અને સારી રીતે સીલ કરી લેવું.
10. આ સ્ટફિંગવાળા લુવાને હળવા હાથે વણી લેવા.
11. કડાઈમાં તેલ ગરમ થાય એટલે પુરીઓને એક-એક કરીને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી.
તો તૈયાર છે તમારી રાધાવલ્લ્ભી પુરી (Radhaballabhi Puri)…જેને તમે એક્સ્ટ્રા તેલ શોષવા માટે એક પ્લેટમાં કાઢી લો.
ત્યારબાદ એને મસાલા આલુ, કોઈ પણ શાક અથવા તો આમલીની ચટણી સાથે સર્વ કરો. બંગાળ (Bengal)ની આ વિશિષ્ટ પુરીનું સેવન સવારના બ્રેકફાસ્ટથી માંડીને લંચ સુધી એક બહેતરીન વિકલ્પ રહેશે.
આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!
આ પણ વાંચો: હલવો, ચણા, ખીર અને પુરી…કન્યા પૂજન માટે બનાવો પ્રસાદની થાળી…ભાવથી જમાડો..!
