Lifestyle/ તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!

ચાસણીમાં તરબતર રસગુલ્લા નાના-મોટા સૌ કોઇની પસંદ હોય છે. આ રસગુલ્લા માવા, પનીર વગેરેથી નહિં પણ ચોખાના લોટમાંથી બની જશે, અને એ પણ કૂકરમાં..

Tips & Tricks Food Trending Lifestyle

Lifestyle: રસગુલ્લા…આ નામ પડતા વેંત મોંમાં પાણી છૂટવા લાગે છે. દૂધમાંથી બનતી મીઠાઇના શોખીનો માટે રસગુલ્લા (Rasgulla) એક મનભાવન મીઠાઇ છે. જેનું ઉદભવસ્થાન કેટલાક લોકો બંગાળને તો કેટલાક ઓડિશાને ગણે છે. મોટાભાગે રસગુલ્લા માવા, પનીર અને છેના વગેરેથી બનતા હોય છે પરંતુ એનો ઉપયોગ કર્યા વિના જ એક અનોખી જાતના રસગુલ્લા બનાવવાની રેસિપી (Recipe) અહિં દર્શાવવા જઇ રહ્યાં છીએ અને એ છે ચોખાના રસગુલ્લા!

ચાસણીમાં તરબતર થયેલા રસગુલ્લા નાના-મોટા સૌ કોઇની પસંદ હોય છે. નાના રસગુલ્લાને તો ઘણા લોકો એક-બે નહિં પણ સાત કે આઠની સંખ્યામાં પણ આરોગી જાય છે! બજારમાં રસગુલ્લાની વિવિધ વેરાયટી ઉપલબ્ધ હોય છે અને મોટાભાગે લોકો એને બનાવવાની ઝંઝટમાં પડયા વિના તૈયાર મળતા રસગુલ્લા જ ખરીદીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ, અમે જે રેસિપી અહિં શૅર કરવા જઇ રહ્યાં છીએ એ પછી તમે ઘરે જ આસાનીથી રસગુલ્લા બનાવી શકશો. આમાં નવાઇની વાત એ છે કે આ રસગુલ્લા માવા, પનીર (Paneer) કે છેના વગેરેથી નહિં પણ માત્ર ચોખાના લોટ (Rice Flour)માંથી સરળતાથી બની જશે, અને એ પણ કૂકરમાં…!

ચોખાના રસગુલ્લા (Rice Rasgulla) બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી

1 કપ દૂધ

1 કપ ચોખાનો લોટ

2 ચમચી દેશી ઘી

1/4 ચમચી ખાંડ

1 કપ ખાંડ (ચાસણી માટે)

દોઢ કપ પાણી

ઇલાયચીનો ભૂકો

બનાવવાની વિધિ

1. સૌ પ્રથમ ચાસણી બનાવવા માટે કૂકરમાં 1 કપ ખાંડ (Sugar) અને દોઢ કપ પાણી નાંખીને ઉકળવા દો. ગૅસનો તાપ ધીમો રાખવો અને જ્યારે ખાંડ ઓગળી જાય એટલે બંધ કરી દેવો. અહિં ચાસણીનો તાર બનવા સુધી ઉકાળવાનું નથી.

2. હવે એક પૅનમાં 1 કપ દૂધ (Milk) ગરમ કરીને એમાં 1 ચમચી ખાંડ ઉમેરો. ત્યારબાદ ધીમે-ધીમે એમાં 1 કપ ચોખાનો લોટ ઉમેરો. ગઠ્ઠા ન બને એનું ધ્યાન રાખવું.

3. હવે 1 ચમચી દેશી ઘી ઉમેરો અને સારી રીતે હલાવી લો. મિશ્રણ પાકી જાય એટલે ગૅસ બંધ કરીને ઠંડુ થવા દેવું.

4. એક પ્લેટમાં આ મિશ્રણ કાઢી લેવું અને હથેળી પર ઘી લગાવીને સરસ રીતે 5 મિનિટ સુધી મસળી લેવું. એમાં 1 ચમચી ઘી ઉમેરવું અને મસળવું જેથી સ્મૂધ લોટ (Smooth Dough) બનીને તૈયાર થાય.

5. આ તૈયાર લોટમાંથી, હથેળીમાં ઘી લગાવતા જઇને નાના-નાના ગોળા વાળી લેવા. આ ગોળા લીસ્સા બનવા જોઇએ અને એમાં એકપણ તિરાડ ન હોવી જોઇએ.

6. જો ચાસણી ઠંડી થઇ ગઇ હોય તો એને ફરીથી ઉકળવા મૂકી દો. તમે ઇચ્છો તો એમાં ઇલાયચી પાઉડર પણ ઉમેરી શકો છો. ચાસણી ગરમ થાય ત્યારબાદ જ એમાં રસગુલ્લા નાખવી અને કૂકરને બંધ કરી દેવું. ધીમા તાપે એને 2 થી 3 મિનિટ સુધી થવા દેવા અને માત્ર એક સીટી વાગે એટલે ગૅસ તરત જ બંધ કરી દેવો.

7. ઓછામાં ઓછી 15 મિનિટ સુધી રસગુલ્લાને ચાસણી (Chashni)માં ભળવા દેવા. ત્યારબાદ કૂકર (Cooker) ખોલીને ઠંડા કરી, ફ્રિઝમાં મૂકી દેવા.

8. એકવાર આ રેસિપીથી તમે રસગુલ્લા બનાવશો તો બજારમાંથી તૈયાર રસગુલ્લા લાવવાનું ભૂલી જશો!

નોંધ- જો તમે ઇચ્છો તો કૂકરને ઢાંક્યા વિના પણ રસગુલ્લા ધીમા તાપે પકાવી શકો છો પરંતુ, એમાં થોડો વધારે સમય લાગશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!

આ પણ વાંચો:મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો:ગરમાગરમ ઓટ્સ પરોઠા બનાવો, આ રેસિપીથી ઝટપટ બનશે સવારનો સ્વાદિષ્ટ અને હૅલ્ધી નાસ્તો…