Lifestyle/ મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

અમુક લોકોને એવી ફરિયાદ હોય છે કે, એમની બનાવેલી કઢીનો સ્વાદ એમની નાનીમા કે દાદીમા જેવો કેમ નથી આવતો? અહિં અમે તમારા માટે એક સિક્રેટ ટિપ…

Trending Tips & Tricks Food Lifestyle

Lifestyle: આપણા ભોજનની થાળીમાં કઢી (Kadhi)નું સ્થાન અનોખું છે. સાવ સામાન્ય લાગતી કઢી અમુક વખતે દાળ કે શાકથી પણ વધારે ટેસ્ટી લાગતી હોય છે. જો કઢીને ધ્યાનથી બનાવવામાં આવે, એમાં તાજા લીમડાનો વઘાર પડે અને અમુક ટિપ્સ (Tips)અપનાવવામાં આવે તો આ સાધારણ કઢી આંગળા ચાટી જવા મજબૂર કરી દે છે!!

ઘણા લોકોને કઢી બનાવવી કઠિન કાર્ય લાગતું હોય છે પરંતુ, હકીકતમાં એ સૌથી સરળ વાનગી (Recipe) છે! તમારે એને કેટલી વાર પકાવવી અને એમાં કેવો વઘાર કરવો એની ખબર પડી જાય તો તમારી કઢી લાજવાબ બનશે જ! અમુક લોકોને એવી ફરિયાદ હોય છે કે, એમની બનાવેલી કઢીનો સ્વાદ એમની નાનીમા કે દાદીમા જેવો કેમ નથી આવતો? ચિંતા ના કરો, અહિં અમે તમારા માટે એક સિક્રેટ ટિપ લઇને આવ્યા છીએ જેનાથી તમારી કઢીનો સ્વાદ નાનીમા અને દાદીમા જેવો જ આવશે. તો ચાલો જાણીએ આ સરળ પરંતુ, અફલાતૂન રેસિપી…

કઢી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

બનાવવાની વિધિ

1. કઢી બનાવવા માટે તમારે ખાટું દહીં (Curd) કે છાશ (Buttermilk)ની જરુર પડશે. જો દહીં હોય તો એને ઝેરણીથી કે બ્લેન્ડરથી એકરસ કરી દો. હવે એક વાડકામાં 3 થી 4 મોટી ચમચી ચણાનો લોટ લઇને એમાં થોડું-થોડું પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને છાશ અથવા વલોવેલા દહીંમાં મિક્સ કરી દેવું.

2. એક તાવડીમાં 2 ચમચા ઘી અથવા તેલ લેવું. તમે સરસિયું લઇ શકો છો, એનો સ્વાદ કઢીમાં ગજબ આવે છે.

3. ઘી કે તેલ ગરમ થાય એટલા એમાં જીરું, રાઇ, આખા ધાણા, હીંગ, લીમડાના પાન તથા સૂકા લાલ મરચાં નાખીને વઘારને તતડાવવો.

4. હવે એમાં બારીક સમારેલું લસણ તથા ડુંગળી ઉમેરવા. ડુંગળી ઓપ્શનલ છે પરંતુ, લસણ (Garlic) નો સ્વાદ કઢીમાં સરસ લાગે છે આથી લસણ અવશ્ય નાખવું.

5. લસણ-ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો અને એક ચમચી હળદર નાખીને તરત જ એમાં દહીં અને ચણાના લોટ (Besan)નું મિશ્રણ નાંખવું.

6. મસ્ત છમકાર્ બોલે એ જરુરી છે એનાથી જ કઢીનો સ્વાદ નિખરે છે. હવે આ મિશ્રણને મધ્યમ તાપે સતત હલાવતા રહેવું.

7. જો 400 ગ્રામ દહીં હોય તો એમાં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લો. શરુઆતમાં એકદમ પાણી જેવી લાગતી આ કઢી જેમ-જેમ ઉકળશે એમ એમ ઘટ્ટ બનતી જશે. એક ઉકાળો આવે એટલે ગૅસને ધીમો કરી દેવો.

8. આ કઢીને 10 થી 15 મિનિટ સુધી સારી રીતે ઉકળવા દેવી અને વચ્ચે વચ્ચે હલાવતા પણ રહેવું.

9. હવે તૈયાર કઢી ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.

10. કઢી સર્વ કરતા પહેલા એક વઘારિયામાં 2 ચમચી દેશી ઘી (Desi Ghee) ગરમ કરીને એમાં સ્વાદ અનુસાર લાલ મરચું ઉમેરવું અને તરત જ આ વઘાર (Tadka)ને કઢીની ઉપર રેડીને ઢાંકી દેવું. પાંચ મિનિટ પછી પીરસવી. આ મસ્ત કઢીની સુગંધથી અને સ્વાદ (Taste)થી સૌ ખુશ થઇ જશે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:ગરમાગરમ ઓટ્સ પરોઠા બનાવો, આ રેસિપીથી ઝટપટ બનશે સવારનો સ્વાદિષ્ટ અને હૅલ્ધી નાસ્તો…