Gujarat Weather:18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાશે.ચક્રવાતી પરિભ્રમણ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. નવરાત્રિ દરમિયાન હળવાથી ભારે વરસાદની પણ આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.નવરાત્રિ દરમિયાન પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રિ દરમિયાન વરસાદ પડી શકે છે. રાજ્યના પાંચ પ્રદેશોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિત ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
આ સિઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 15 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસુ વિદાય લેશે.અત્યાર સુધીમાં રાજ્યમાં 107 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ પ્રદેશોમાં વરસાદે સદીનો આંકડો પાર કરી દીધો છે. ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, કચ્છમાં 135.95 ટકા, મધ્ય પૂર્વમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.72 ટકા વરસાદ પડ્યો છે.
