બુધવારે દેશભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનિષ્ટ પર સારાની જીતના પ્રતિક રૂપે વિવિધ સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન હરિયાણામાં મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં યમુનાનગરમાં રાણનનું પૂતળું દહન કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ અચાનક પૂતળું પડી ગયું, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સળગતા પૂતળામાંથી લાકડુ બહાર આવી જવાના કારણે બની હતી. આ દરમિયાન 70 ફૂટનું પૂતળું લોકો પર પડ્યું હતું, જેના કારણે 7 લોકો ઘાયલ થયા હતા.પુતળાને લોકો પર પડતા જોઈને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના માથા સખ્ખત ઇજા થઇ હતી. જ્યારે બે લોકોના કપડા બળી ગયા હતા. જ્યારે ફટાકડા ફોડવાને કારણે બે લોકો દાઝી ગયા હતા.
#WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH
— ANI (@ANI) October 5, 2022
જ્યારે બીજી બીજુ હરિયાણાના ફતેહાબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પૂતળું વચ્ચેથી તુટી ગયું હતું. હકીકતમાં, ફતેહાબાદના હુડા સેક્ટરની ખાલી જગ્યા પર શ્રી રામ સેવા સમિતિ વતી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અહીં પૂતળાને ક્રેનથી ઊંચે ઉપાડતી વખતે તે વચ્ચેથી તૂટી ગયું હતું અને લટકાવવામાં આવ્યું હતું. જેના કારણે પૂતળા દહનનો કાર્યક્રમ વિલંબિત થયો હતો.
