માવઠું/ કમોસમી વરસાદથી આંબા પર આવેલા મોર પણ ખરી પડ્યાં, ખેડૂતની માઠી દશા

કમોસમી વરસાદથી આંબા પર આવેલા મોર પણ ખરી પડ્યાં, ખેડૂતની માઠી દશા

Top Stories Gujarat Others

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યામાં ધૂમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે. તો કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો. ત્યારે આ કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોની હાલક કફોડી બની છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો.  વાત છે વલસાડ જિલ્લાની , જિલ્લામાં માવઠાના કારણે કમોસમી વરસાદ પડ્યો છે. છેલ્લા 3 દિવસમાં 3 ઈંચ વરસાદ પડતા ખેડૂતોને શિયાળું પાકમાં પણ રોવાનો વારો આવ્યો છે. ઉભા શાકભાજીના પાક પણ ખરાબ થઈ ગયા છે.  ખાસ કરીને ટામેટા અને મરચાંના પાકમાં ખેડૂતોને નુકશાન ગયું છે.

અતિવૃષ્ટિ બાદ હવે કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોઓની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં ભેજ નું પ્રમાણ વધતા શાકભાજીના પાકને નુકશાન થઈ રહ્યું છે. તેમજ વલસાડની પ્રખ્યાત કેરીના પાકને પણ નુકશાન થયું છે.  જિલ્લામાં 34 હજાર હેકટમાં કેરી નો પાક લેવામાં આવે આવ્યો છે. પરતુ કમોસમી વરસાદના કારણે આંબા પર આવેલા મોર પણ ખરી પડ્યાં છે. એટલે કે ખેડૂતોને શિયાળું પાક સાથે સાથે પ્રખ્યાત વલસાડની કેરીમાંના પાકમાં પણ રોવાનો વારો આવ્યો છે.

એક બાજુ કકડતી ઠંડી પડી રહી છે તો બીજી બાજુ ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો. પાકમાં નુકશાન જવાના કારણે હવે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે, કે સરકાર સર્વે કરી અને નુકસાનમાં રાહત આપે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું સરકાર સર્વે કરશે અને ખેડૂતોને  રાહત આપશે.

ઉમેશ પટેલ મંતવ્ય ન્યુઝ વલસાડ

ષડયંત્ર / ચીન-પાકિસ્તાન મળીને રચી રહ્યા છે મોટું ષડયંત્ર, ભારત વિરુદ્ધ…

LOC / LOC પર સેના માટે બેવડો પડકાર, લોહી થીજવતી હિમવર્ષાનો પ્રકોપ …

summit / ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુલ સમિટનું  આયોજન, બંને દેશના PM  દ્વા…

ક્રાઈમ બ્રાંચ / નકલી પોલીસ બની હોટેલમાંથી નીકળતા કપલને ખંખેરતો આરોપી ઝબ્બે…