New Delhi News/ રખડતાં શ્વાનનો આતંક: સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘સહાનુભૂતિ સારી વાત છે, પણ જનતાની સુરક્ષા સર્વોપરી’

સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાં (Stray Dog) ના હુમલા મામલે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે કૂતરાં કરડવાના કિસ્સામાં ડોગ ફીડર્સની જવાબદારી નક્કી થઈ શકે છે.

Top Stories NATIONAL India
Stray Dog

Supreme Court Stray Dog Feeders Liability News: દેશમાં રખડતાં શ્વાનો (Stray Dog)ના વધી રહેલા આતંક અને હુમલાઓ પર સુપ્રીમ કોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો રખડતું શ્વાન કોઈને કરડશે અથવા તેનાથી કોઈનું મોત થશે, તો માત્ર નગરપાલિકા જ નહીં, પણ તે શ્વાનને નિયમિત ખવડાવનાર (Dog Feeders) ની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

‘અમારી ટિપ્પણીઓને મજાક ન સમજો’

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, “અમે અગાઉ કરેલી ટિપ્પણીઓને મજાક સમજવી એ મોટી ભૂલ હશે. અમે આ મુદ્દે અત્યંત ગંભીર છીએ.” કોર્ટે સ્વીકાર્યું કે વર્તમાન વ્યવસ્થામાં સ્થાનિક તંત્ર શ્વાન (Stray Dog)ના આતંકને રોકવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી હવે જવાબદારી ફિક્સ કરવી જરૂરી છે.

Stray Dog

મેનકા ગાંધીના વકીલને કોર્ટના આકરા સવાલ

સુનાવણી દરમિયાન પૂર્વ મંત્રી અને પ્રાણી અધિકાર કાર્યકર મેનકા ગાંધી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રનને કોર્ટે આકરા સવાલો પૂછ્યા હતા. જસ્ટિસ સંદીપ મહેતાએ તેમના બજેટ યોગદાન અંગે પૂછ્યું કે, જ્યારે તેઓ પોતે મંત્રી રહી ચૂક્યા છે, ત્યારે તેમણે આ સમસ્યાના ઉકેલ માટે બજેટ ફાળવણીમાં શું ભૂમિકા ભજવી હતી? આ ઉપરાંત, કોર્ટે મેનકા ગાંધીના પોડકાસ્ટ અને તેમની ટિપ્પણીઓ પર સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોર્ટે માત્ર ઉદારતા દાખવીને તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ નથી કરી, બાકી તેમણે વિચારે વગર ટિપ્પણીઓ કરી છે.

Stray Dog

વકીલોની દલીલ: ‘સહાનુભૂતિને દંડિત ન કરી શકાય’

બીજી તરફ, ડોગ લવર્સ અને NGO વતી દલીલ કરતા વકીલોએ રજૂઆત કરી હતી કે શ્વાનને ખોરાક ખવડાવવાથી તેઓ હિંસક બનતા નથી, બલ્કે તેનાથી તેઓ અંદરોઅંદર લડતા બંધ થાય છે. તેમણે કોર્ટને જણાવ્યું કે એક શ્વાન પાછળ વાર્ષિક આશરે ₹18,250નો ખર્ચ થાય છે. વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે જે લોકો શ્વાનને ખોરાક ખવડાવે છે તેઓ ખરેખર જનહિતનું કાર્ય કરી રહ્યા છે, તેથી તેમની આ જીવદયા અને સહાનુભૂતિને દંડિત કરવી જોઈએ નહીં.

ગંભીર અવલોકન

કોર્ટે જણાવ્યું કે જ્યારે રખડતા શ્વાન (Stray Dog) કોઈ નિર્દોષ બાળક કે નાગરિક પર હુમલો કરે છે ત્યારે જવાબદારી કોની? હવે કોર્ટ ખાનગી પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાજ્યોને સમય આપશે અને ટૂંક સમયમાં આ અંગે અંતિમ આદેશ આપી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રખડતા શ્વાનોના આતંક હવે નહીં ચાલે! સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને શ્વાન પ્રેમીઓને લીધા આડેહાથ

આ પણ વાંચો: હવે તલાટીઓને રખડતા શ્વાન શોધવાની સુચના, ગ્રામ વિકાસ કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ આજે રખડતા શ્વાન કેસની સુનાવણી કરશે, જેમાં મુખ્ય સચિવો હાજર રહેશે