દિલ્લી
ભારતે પશ્ચિમ નેપાળમાં આવેલ કસ્કી જીલ્લામાં ત્રણ સ્કુલ બનાવવામાં પૈસે ટકે મદદ કરવાના સમાચાર મળ્યા છે.આ ત્રણમાંથી એક સ્કુલ ઉચ્ચતર મધ્યમની રહેશે. આ સ્કુલના નિર્માણમાં ભારતની સરકાર નેપાળને મદદ કરશે.
જેના માટે પ્રથમ સ્કુલ માટે ૩૭.૧ મિલયન રૂપિયાનો ખર્ચ થશે અને તેનું ઉદ્ઘાટન કલ્ચર અને ટુરીઝમના મિનિસ્ટર રબીન્દ્ર અધિકારી કરશે.
દ્વિતીય લક્ષ્મી આદર્શ મલ્ટીપલ કેમ્પસ બાંધવા માટે ભારત સરકાર ૮૦.૪૦ મીલીયન રૂપિયા જયારે ત્રીજી ગુપ્તેશ્વર મહાદેવ મલ્ટીપલ કેમ્પસ બનાવવા માટે ૪૧.૧૦ મિલિયન રૂપિયાની મદદ કરશે.
આ સ્કુલના બાંધકામમાં કોન્ફરન્સ હોલ, કોમ્પુટર લેબ અને લાયબ્રેરી પણ હશે.
