Surat News/ FIR છતાં ધરપકડ કેમ નહીં?! વસંત ગજેરા સામે પોલીસ કાર્યવાહી ન થતા મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે

સુરતના જાણીતાGajera Brothers પર IT અને ED દ્વારા સર્ચ ઓપરેશન. 100 કરોડની જમીન પચાવી પાડવાના કેસમાં પોલીસ પર પણ ઉઠ્યા સવાલો.

Gujarat Top Stories Surat
Gajera Brothers IT ED Raid Surat

Gajera Brothers IT ED Raid Surat: સુરતના હીરા ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા ગજેરા બંધુઓ પર કેન્દ્રીય સંસ્થાઓએ સકંજો કસ્યો છે. આયકર વિભાગ (IT) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગજેરા ગ્રુપ પર કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ મામલો પાલ વિસ્તારની 100 કરોડથી વધુની કિંમતની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

Gajera Brothers : શું છે સમગ્ર વિવાદ?

વસંત ગજેરા સહિતના ગજેરા બંધુઓ પર આરોપ છે કે તેમણે વર્ષ 2016માં પાલ વિસ્તારની કિંમતી જમીન પચાવી પાડવા માટે ખોટા કાગળો અને બોગસ ‘પાવર ઓફ એટર્ની’ બનાવી હતી. આ મામલે વર્ષ 2024માં વસંત ગજેરા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષનો આરોપ છે કે આ જમીનની કિંમત 100 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

Gajera Brothers IT ED Raid Surat

પોલીસ કાર્યવાહી સામે વકીલના આકરા પ્રહાર

આ મામલે ફરિયાદી પક્ષના વકીલે સુરત પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, વસંત ગજેરા સામે FIR નોંધાઈ હોવા છતાં પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરી રહી નથી. વકીલે વધુમાં જણાવ્યું હતું કે, આટલા મોટા આર્થિક કૌભાંડમાં IT અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ હજુ પણ નિષ્ક્રિય છે. છેલ્લા બે વર્ષથી ફરિયાદ નોંધાયેલી હોવા છતાં અત્યાર સુધી આરોપીઓની ધરપકડ કેમ કરવામાં નથી આવી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.

હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી લડતની તૈયારી

પોલીસની ઢીલી તપાસને હવે હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. તપાસ અધિકારી સામે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. વકીલે સ્પષ્ટ કર્યું છે કે જો હાઈકોર્ટમાં યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવતા પણ અચકાશે નહીં.

હાલમાં IT અને ED ની તપાસ ચાલી રહી છે, ત્યારે સુરતના મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો:ન્યાયાધીશોને ‘ગુંડા’ કહેવા બદલ અલ્હાબાદ હાઇકોર્ટે વકીલને છ મહિનાની જેલની સજા ફટકારી

આ પણ વાંચો: ખાનપુરના ‘બાગબાન’ પ્રોજેક્ટ પર હાઈકોર્ટની રોક, અશાંત ધારામાં ગેરરીતિનો આક્ષેપ

આ પણ વાંચો:કોઈ મહિલા ડર કે મૂંઝવણમાં શારીરિક સંબંધમાં સંમતિ આપે તો પણ તે બળાત્કારઃ અલ્હાબાદ હાઇકોર્ટ