સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રીના સમયે ધરફોડ ચોરી અને ધાડની ઘટનાઓમાં વધારો થયો હતો. આ ઘટનાઓ વધતા સુરત શહેરની સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહેનત કરી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં કોમ્બિંગ ચાલુ હતુ તે દરમિયાન કેટલાક શંકાસ્પદ ઇસમો દેખાતા પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે તેમની તલાશી લેતા તેમની પાસેથી રોકડ રકમ અને દાગીના મળી આવ્યા હતા. જે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ દ્વારા ચોરીને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે આ ગેંગ માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, ડીસા, વલસાડ, વડોદરા અે નવસારીમાં ગુના આચરેલા હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત ભારતના રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, મધ્યા પ્રદેશ પંજાબ ખાતે પણ ઘરફોડ ચોરી અને ધાડ કરી હોવાની સાથે આ ગેંગ આંતર રાજ્ય ગેંગ પણ છે.
આરોપીના નામ
નંદુ કનૈયા પારઘીદિનેશ બન્નેસિંગ પારઘીબાપુસિંગ ઉર્ફે બાપુ શાહુસિંગ ફુલમાળીબલ્લાભાઈ કનૈયાલાલ ભીલકાલુ બાલા બામણીરાજકુમાર ચુન્નીલાલ પવારરાજુ બાલા સોલંકીવિકાસ બાબલા સોલંકીઅર્જુન પ્રેમસિંહ સોલંકીસિંબા દુર્ગા પવાર
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા તમામ લોકોની મોડસ ઓપરેન્ડી જાણવાની કોશિશ કરી હતી. જો કે પોલીસને કેટલીક ચોંકવાનારી વિગતો મળી હતી. આ તમામ લોકો સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા કે અન્ય ચીજવસ્તુઓ ફરતા ફરતા વેચતા હોય છે તેવા સમયે તેઓ રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે અને જે વિસ્તારમાં જાય તે વિસ્તાર અંગે રિક્ષા ચાલક પાસેથી માહિતી લીધા બાદ રાત્રીના સમયે અઁધારાનો લાભ લઇને તેઓ જે તે વિસ્તારમાં ચોરી કે ધાડની ઘટનાને અંજામ આપતા હોય છે. આ ઉપરાંત તેઓ જ્યારે ઘરમાં દાખલ થાય ત્યારે ચોરી ઉપરાંત ઘરમાં બનાવેલું ભોજન પણ આરોગી જતા હોવાનુ તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામ આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે તમામ આરોપીઓ છેલ્લા 4 મહિનાથી સુરત ખાતે ખુલ્લી જગ્યામાં પડાવ નાખીને રહેતા હોવાની માહિતી પણ સામે આવી છે. ત્યારે આ ગેંગના સભ્યો દેવા પારઘી, રૂકેશ ચોટલી, સચિન પારઘી કાલુ અને રાજકુમાર જે તે વિસ્તારની રેકી કરતા હતા. જે વિસ્તારમાં ચોરી કરવાના હોય તે વિસ્તારમાં રાત્રી પહેલા જ અવાવરૂ જગ્યા ઉપર રોકાણ કરી લેતા ત્યાર બાદ રાત્રીના સમયે અંધારાનો લાભ લઇને તેઓ તમામ ઓજારો લઇને ચોરી કરવા માટે ઘરની બારીના ભાગેથી પ્રવેશતા હતા. ઘરમાં પ્રવેશ્યા બાદ તેઓ ઘરમાં ભોજન કરી ચોરીને અંજામ આપતા હતા. સાથે તેઓ જો કોઇ વિરોધ કરે તો તેના ઉપર જીવલેણ હુમલો પણ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે સુરત શહેરના 14 જેટલા ગુનાઓનો ભેદ હાલ ઉકેલી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કુલ 1,48,498, રોકડા રૂપિયા 36,000, કાંડા ઘડિયાળ નંગ 8 કિં. રૂા. 1,48,000 અને 8 મોબાઇલ ફોન જેની કિંમત 34,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના 10 જેટલા સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે તો હજુ પણ 6 આરોપીઓને ઝડપી પાડવામાં બાકી છે જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીની પોલીસ ક્યારે ધરપકડ કરે છે તે જોવાનું રહેશે
