Tech News: વર્ષ 2026 ના પ્રારંભે જ માત્ર 15 જ દિવસમાં 800 લોકો લાપતા (Missing) થયા હોવાની ચિંતાજનક ખબર મળી છે. સ્વજન કે મિત્રનું ગુમ થઇ થવું આઘાતજનક હોય છે! જો તમે આવી પરિસ્થિતિમાં ન આવવા માગતા હો તો પોતાના મોબાઇલ સ્માર્ટફોન (Smart Phone)માં ઇમર્જન્સી SOS (Emergency SOS) સેટિંગ્સને જરુર ઑન રાખવું જોઇએ! Android અને iPhone બંને ટાઇપના ફોનમાં આ સુવિધા ઉપલબ્ધ છે. એની મદદથી તમે પાવર બટનને દબાવીને પોતાનું લોકેશન અને સાથે બાકીની જરુરી ડિટેઇલ્સ પણ પોતાના સ્વજન કે ઇમર્જન્સી સર્વિસ સુધી પહોંચાડી શકો છો. ફોનમાં ઇમર્જન્સી SOS ઓન રાખવાથી ગુમ થયેલા વ્યક્તિની ભાળ મળી શકે છે.

15 દિવસમાં 800 લોકો ગાયબ થવું ચિંતાજનક
2026 ના શરુઆતના દિવસોમાં જ 15 દિવસમાં 800 લોકોનું ગુમ થઇ જવું અત્યંત ચિંતા ઉપજાવનારી બાબત છે, આનો એ અર્થ થયો કે, દરરોજ 50 થી વધારે લોકો ગુમ થઇ રહ્યાં છે. આમાં મોટા ભાગના તો બાળકો અને મહિલાઓ છે! જો આવા સમયે તમે તમારા ફોનની કેટલીર જરુરી સેટિંગ્સને ઑન રાખીને તમારા સ્માર્ટફોનને જ તમારી સુરક્ષા ઢાલ બનાવી શકો છો! આ માટે Android હોય કે iPhone…દરેક સ્માર્ટફોનમાં સુરક્ષા સેટિંગ્સ હાજર જ હોય છે અને એમાં ઇમર્જન્સી SOS ફીચર કહે છે. એના મદદથી તમે તમારા ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ સાથે લોકેશન અને જરુરી જાણકારી શેર કરી શકો છો.

iPhone માં ઑન રાખવું ઇમર્જન્સી SOS (Emergency SOS)
iPhone યૂઝર્સ પોતાના ફોનમાં ઇમર્જન્સી SOS સેટિંગ્સને ઑન રાખી શકે છે. આ દ્વારા તમે પોતાનું લોકેશન અને અન્ય ડિટેલ્સ 3 વખત પાવર બટનને દબાવીને શેર કરી શકો છો.
1. આ માટે તમારે iPhone Settings માં જવાનું રહેશે.
2. અહિં આપેલા Call with 3 Button Presses ને ઑન કરી દો. આમ કરવાથી તમે જ્યારે પાવર બટનને 3 વાર દબાવશો તો મોટા અવાજથી ઇમર્જન્સી નંબર્સને કૉલ મેળવી આપશે.
3. જો તમે ઇચ્છતા હો કે પાવર બટન (Power Button)ને ત્રણ વાર દબાવીને ઇમર્જન્સી કૉલ કોઇ અવાજ વિના થાય તો એની બરાબર નીચેનું Call Quietly વિકલ્પને પણ ઑન કરી દો.
4. જો તમે કારથી ટ્રાવેલ કરતા હો તો આ જ પેજ પરના Call After Serious Car Crash ઓપ્શનને ઑન કરી દો. આ એક્સીડન્ટ થવાની ઘટના ઘટે એ વખતે પોતે જ ઇમર્જન્સી કૉન્ટેક્ટ્સને કૉલ લગાવી દે છે.

સેટ કરો Emergency Contacts in Health
ફોનનું પાવર બટન 3 વાર દબાવીને ઇમર્જન્સી નંબર પર કોલ કરવા માટે તમારે તમારા ફોનમાં ઇમર્જન્સી કૉન્ટેક્ટ્સ સેટ કરવાનું અત્યંત જરુરી છે. આ માટે iPhone પર Emergency SOS મેનુમાં Set up Emergency Contacts in health પર જઇને પોતાની તમામ જરુરી ડિટેલ્સ સાથે એ તમામ કોન્ટેક્ટ સેટ કરવા જેમને તમે સ્વાસ્થ્ય સંબંધી ઇમર્જન્સીના સમયે ફોન લગાવવા ઇચ્છતા હો!
એન્ડ્રોઇડ માં આ રીતે સેટ કરો Safety & Emergency સેટિંગ્સ
એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરનારા લોકોએ પોતાના Safety & Emergency સેટિંગ્સ ને ઑન કરી લેવા જોઇએ. આ માટે ફોનના સેટિંગ્સમાં જાઓ અને Safety & Emergency ઓપ્શન પર ક્લિક કરો.
ત્યાર બાદ, તમારી જરુરી મેડિકલ ડિટેલ્સ (Medical Details)ને સેવ કરો અને સાથે-સાથે ઇમર્જન્સી કૉન્ટેક્ટ્સ પણ સેવ કરી લો.
અહિં ઉપલબ્ધ Emergency SOS ને ઑન રાખો જેથી 3 વખત પાવર બટન દબાવીને તમે પોતાના ઇમર્જન્સી કૉન્ટેક્ટ્સનો સંપર્ક કરી શકો.
આટલું ધ્યાન રાખવું
Emergency SOS સેટિંગ્સમાં નીચેની તરફ સ્ક્રોલ કરીને Call Emergency Services, Share info with emergency contacts, record emergency video ને પણ ઑન કરી લો.
આમ કરવાથી તમારી વધુમાં વધુ ડિટેલ્સ ઇમર્જન્સી કૉન્ટેક્ટ્સ સાથે શૅર થઇ શકશે.
આ પણ વાંચો: સાવધાન! 100% ચાર્જિંગ સ્માર્ટફોન માટે છે ‘ઝેર’ સમાન, જાણો બેટરી બચાવવાનો સાચો રસ્તો
આ પણ વાંચો: સિમ કાર્ડનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે? 99% લોકો નથી જાણતા આ સાચું કારણ, ડિઝાઈન પાછળ છે મોટું લોજિક
