Delhi News/ 5 લાખની AK-47 રાઇફલ ખરીદી, વિસ્ફોટકો માટે ડીપ ફ્રીઝરનો ઉપયોગ: આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ

દિલ્હીના લાલ કિલ્લા વિસ્ફોટની તપાસમાં આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો છે, આતંકવાદીઓએ AK-47 ખરીદી હતી અને વિસ્ફોટકો સંગ્રહ કરવા માટે ડીપ ફ્રીઝરનો ઉપયોગ કર્યો હતો.

NATIONAL India Trending
Multi handler networks of terrorists exposed

Delhi News: દિલ્હી વિસ્ફોટ કેસમાં, ખુફિયા એજન્સીઓએ એક મોટા આંતરરાજ્ય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદીઓએ AK-47 ખરીદી હતી અને વિસ્ફોટકો સંગ્રહ કરવા માટે ડીપ ફ્રીઝરનો ઉપયોગ કર્યો હતો. અને દરેક આતંકવાદીઓનો સંપર્ક અલગ અલગ હેન્ડલર સાથે હતો.

મુઝમ્મિલનો એક અલગ હેન્ડલ હતો, જ્યારે વિસ્ફોટનો ગુનેગાર ઉમર બીજાને રિપોર્ટ કરતો હતો. બે મુખ્ય હેન્ડલર્સ, મન્સૂર અને હાશિમ, એક વરિષ્ઠ હેન્ડલર્સ, ઇબ્રાહિમ હેઠળ કામ કરતા હતા, જે મોડ્યુલની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતા હતા. આ બધા હેન્ડલર્સ સ્તરોમાં કામ કરતા હતા. દરમિયાન, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની એક ટીમ શ્રીનગરમાં છે. આ ટીમ J&K પોલીસ દ્વારા અટકાયત કરાયેલા ડોકટરો અને શંકાસ્પદોની પૂછપરછ કરવા જઈ રહી છે.

આંતકવાદીઓએ 5 લાખની AK-47 ખરીદી હતી
ખુફિયા એજન્સીઓના સુત્રના જણાવ્યા અનુસાર આંતકવાદીઓએ ફરીદાબાદમાં 25,00 કિલોગ્રામથી વધુ એમોનિયમ નાઇટ્રેટ જપ્ત થયા બાદ ડૉ. મુઝમ્મિલે આશરે ₹500,000 માં AK-47 રાઈફલ ખરીદી હતી, જેના પછી ડૉ. અદીલના લોકરમાંથી મળી આવી હતી એજન્સીઓના અધિકારીના જણાવ્યા અનુસાર આ શસ્ત્ર ખરીદી મોડ્યુલની તૈયારી અને ભંડોળના સ્તરને દર્શાવે છે.

આતંકવાદીઓનો સંપર્ક અલગ અલગ હેન્ડલર સાથે હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સફેદપોશ આતંકવાદી મોડ્યુલમાં દરેક આરોપીનો એક અલગ હેન્ડલર હતો. ડૉ. મુઝમ્મિલનો એક અલગ હેન્ડલર હતો, જ્યારે વિસ્ફોટના આરોપી ડૉ. ઉમર બીજા હેન્ડલરને રિપોર્ટ કરતો હતો. આ કેસમાં બે મુખ્ય હેન્ડલર, મન્સૂર અને હાશિમના નામ સામે આવ્યા છે. આ હેન્ડલર સમગ્ર મોડ્યુલની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા. આ હેન્ડલર નેટવર્ક સ્તરોમાં વહેંચાયેલું હતું.

વિસ્ફોટકો માટે ડીપ ફ્રીઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
ખુફિયા એજન્સીઓના જણાવ્યા અનુસાર, ડૉ. ઓમર બોમ્બ બનાવવાના વીડિયો, મેન્યુઅલ અને ઓપન-સોર્સ કન્ટેન્ટ ઓનલાઈન જોઈ રહ્યા હતા. તેણે નુહમાંથી રસાયણો, ભગીરથ પેલેસમાંથી ઇલેક્ટ્રોનિક સામાન અને ફરીદાબાદના NIT માર્કેટમાંથી ખરીદ્યો. તેમણે રસાયણોનો સુરક્ષિત કરવા અને વિસ્ફોટક મિશ્રણ તૈયાર કરવા માટે એક ડીપ ફ્રીઝર પણ ખરીદ્યું. ફ્રીઝરનો ઉપયોગ મિશ્રણને સ્થિર કરવા અને પ્રક્રિયા કરવા માટે કરવામાં આવતો હતો.

એક સાથે અનેક સ્થળોએ હુમલો કરવાની હતી
ખુફિયા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ વિવિધ સ્થળોએ વિસ્ફોટકો પ્લાન્ટ કરવાની અને અનેક સ્થળોએ એક સાથે હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ બધા સંકેતો બહુ-સ્થાન હુમલાની યોજના તરફ નિર્દેશ કરે છે. હાલ ખુફિયા એજન્સીઓ આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ફંડિગ ચેનલો અને વિદેશી હેન્ડલર્સ સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આતંકવાદી ઉમર તુર્કીમાં એક સીરિયાઇ આતંકવાદીને મળ્યા હતો, ત્યાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડ્યું હતું

આ પણ વાંચો: દિલ્હી વિસ્ફોટ પહેલા આતંકવાદી ઉમર પુલવામા આવ્યો, સુરક્ષા એજન્સીઓને તેનો ફોન મળ્યો

આ પણ વાંચો: નૌગામ પોલીસ સ્ટેશન વિસ્ફોટ, એક ઇન્સ્પેકટર સહિત 10 લોકોના મોત,દિલ્હી વિસ્ફોટ સાથે કનેક્શન