દેશના ચાર રાજ્યોમાં આજે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન હતું,સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તેની મતગણતરી કરવામાં આવી હતી તેમાં કોંગ્રેસ માટે ખુશીના સમાચાર આવ્યા છે, રાજસ્થાનમાં કોંગ્રેસ 3 બેઠક જીતી લીધી છે.
રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે અહીં ત્રણ બેઠકો જીતી છે. રાજ્યસભાની ચૂંટણીમાં રણદીપ સુરજેવાલાને 43 વોટ મળ્યા જ્યારે મુકુલ વાસનિકને 42 વોટ મળ્યા. ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા હતા. પ્રમોદ તિવારીને 41 મત મળ્યા હતા.જયારે ડૉ. સુભાષ ચંદ્રના ખાતામાં 30 મત આવ્યા. ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતી જતાં કોંગ્રેસ છાવણીમાં ખુશીનો માહોલ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત લોકશાહીની જીત છે. હું ત્રણેય નવા ચૂંટાયેલા સાંસદોપ્રમોદ તિવારી, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાને અભિનંદન આપું છું. મને ખાતરી છે કે ત્રણેય સાંસદો દિલ્હીમાં રાજસ્થાનના અધિકારોની જોરદાર હિમાયત કરશે
ઉલ્લેખનીય છે કેરાજસ્થાનના તમામ 200 ધારાસભ્યોએ શુક્રવારે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યું. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ સ્વીકાર્યું કે એક ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ વિધાનસભાની બહાર નીકળતી વખતે પત્રકારો સાથે વાત કરતા કટારિયાએ કહ્યું હતું કે, જ્યારે અમારી પાસે માત્ર એક બેઠક જીતવાની બહુમતી છે ત્યારે અમે બે બેઠકો કેવી રીતે જીતી શકીએ? અમે કંઈ ગુમાવ્યું નથી. જ્યાં સુધી ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટિંગનો સંબંધ છે, પક્ષ વ્હીપના ઉલ્લંઘન સામે પગલાં લેશે.
