Haryana News: હરિયાણાના ચરખી દાદરીમાં દિવસદાઢે ગેંગવોર (Haryana Gang War) જેવી ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. કોર્ટમાં હાજરી આપવા જઈ રહેલા સ્કોર્પિયોમાં સવાર લોકો પર ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તાબડતોબ ફાયરિંગ કર્યું (Scorpio Firing) હતું. હુમલામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Haryana Gang War: 10થી 15 રાઉન્ડ ફાયરિંગ, ત્રણ હુમલાખોર ફરાર
પોલીસના પ્રાથમિક તપાસ મુજબ બપોરે અંદાજે 12 વાગ્યે ત્રણ હુમલાખોર પગપાળા આવ્યા હતા અને સ્કોર્પિયો પર 10થી 15 રાઉન્ડ ફાયરિંગ (Charkhi Dadri Firing) કર્યું હતું. હુમલા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા, બેને કરાયા રેફર
હુમલામાં અમિત, અંકિત, સૂરજ, વિજય, કીર્તિમાન સહિત કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે ચરખી દાદરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે.

પોલીસે અનેક ટીમો બનાવી શરૂ કરી તપાસ
પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે સીઆઈએ, સાયબર સેલ અને સ્થાનિક પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. હુમલાખોરોની ઓળખ અને તેમની હિલચાલ અંગે સીસીટીવી તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી છે.
રોહિત ગોદારા ગેંગે જવાબદારી લીધાનો દાવો
ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક ઑડિયો વાયરલ થયો છે, જેમાં પોતાને નવીન બોક્સર તરીકે ઓળખાવતો વ્યક્તિ આ હુમલાની જવાબદારી લેવાનો (Rohit Godara Gang) દાવો કરે છે. વાયરલ ઑડિયોમાં અનિલ ફતેહગઢીને નિશાન બનાવી હુમલો કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ ઑડિયોની સત્તાવાર પુષ્ટિ પોલીસ દ્વારા કરવામાં આવી નથી અને તેની પણ તપાસ ચાલી રહી છે.
CCTV વીડિયો પણ આવ્યો સામે
ઘટના સાથે જોડાયેલો એક CCTV વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ત્રણ શંકાસ્પદ હુમલાખોર હથિયારો સાથે ભાગતા જોવા મળતા હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે વીડિયો અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: શું પુત્ર અબાનના જનાજામાં આવશે શાઈસ્તા પરવીન? આરોપી પરવીન 3 વર્ષથી છે ફરાર
આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ પર યુવતીને મેસેજ કરવો પડ્યો ભારે, કોલેજ વિદ્યાર્થીને અપહરણ કરી યુવકોએ ઢોર માર માર્યો
આ પણ વાંચો: અતીક અહેમદનો પરિવારમાં 3 વર્ષમાં વેરવિખેર: જાણો એન્કાઉન્ટરથી અકસ્માત સુધીની કહાની
