Sports News: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજા ટેસ્ટમાં જીત સાથે World Test Championship (WTC) 2025-27માં પાકિસ્તા (Pakistan)ને બેવડો ફાયદો મેળવ્યો છે. ત્રણ વર્ષ બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ જીત નોંધાવનાર પાકિસ્તાને બે મેચની શ્રેણી 1-1થી બરાબર કરી છે. આ જીત બાદ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ્સ ટેબલમાં પણ એક સ્થાન ઉપર પહોંચી છે.
3 વર્ષ બાદ વિદેશમાં ટેસ્ટ જીત્યુ Pakistan
બીજા ટેસ્ટ પહેલાં પાકિસ્તાન World Test Championship 2025-27ની પોઈન્ટ્સ ટેબલમાં નવમા અને અંતિમ સ્થાને હતું. જોકે વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે જીત મેળવ્યા બાદ ટીમ હવે આઠમા સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનનો PCT વધીને 22.22 થયો છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ એક સ્થાન નીચે સરકીને નવમા સ્થાને પહોંચી ગયું છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે કેવી રીતે મેળવી જીત?
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં 344 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને 387 રન ફટકારીને 43 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. બીજી ઈનિંગ્સમાં કેરેબિયન ટીમ માત્ર 117 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી અલી ઉસ્માન (Ali Usman) અને સાજિદ ખાન (Sajid Khan)એ શાનદાર બોલિંગ કરતાં ચાર-ચાર વિકેટ ઝડપી હતી. 75 રનના લક્ષ્યનો પીછો કરતાં ઈમામ-ઉલ-હક અને અઝાન અવૈસ વહેલા આઉટ થયા હતા, પરંતુ બાબર આઝમ (Babar Azam) અને અબ્દુલ્લા શફીક (Abdullah Shafique)એ અણનમ 24-24 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
હવે આગામી શ્રેણીઓ પર નજર
વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી 1-1થી બરાબર કર્યા બાદ પાકિસ્તાન હવે આગામી ટેસ્ટ શ્રેણીઓમાં વધુ સારો દેખાવ કરીને WTC પોઈન્ટ્સ ટેબલમાં વધુ ઉપર પહોંચવાનો પ્રયાસ કરશે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ માટે આગામી મેચોમાં જીત નોંધાવી પોતાની સ્થિતિ સુધારવી જરૂરી બની ગઈ છે.
આ પણ વાંચો: ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર! ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
આ પણ વાંચો: બાંગ્લાદેશ BCCI સામે ઝૂક્યું? ભારત-પાકિસ્તાન મેચ કોલંબોમાં રમાવાની તૈયારી
આ પણ વાંચો: 15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન મેચ, PCBના બહિષ્કાર પર રાજીવ શુક્લાની પ્રતિક્રિયા
