Breking News/ આસામના જોરહાટમાં વાયુસેનાનું સૈન્ય વિમાન ક્રેશ, રનવે પર જ સળગીને બે ટુકડા થઈ ગયું પ્લેન

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 માલવાહક (Plane )વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું છે. આગ લાગવાના કારણે વિમાન બે ભાગમાં તૂટી ગયું છે, વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories NATIONAL India Breaking News
Plane

IAF AN-32 Aircraft Crash 2026: આસામના જોરહાટ સ્થિત રૌરિયા (Plane)એરફોર્સ સ્ટેશન ખાતે શનિવારે સવારે એક ગંભીર હવાઈ દુર્ઘટના સર્જાઈ હતી. લેન્ડિંગ દરમિયાન ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન અકસ્માતગ્રસ્ત બનતાં પાંચ જવાનોએ દેશસેવામાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હોવાનું જણાવાયું છે. શહીદ થયેલાઓમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. એક સહ-પાયલટને ઈજાઓ પહોંચી હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.

માહિતી મુજબ, વિમાન એરબેઝ (Plane)પર ઉતરવાની પ્રક્રિયામાં હતું ત્યારે આ અકસ્માત થયો હતો. અથડામણ બાદ વિમાનમાં આગ ભભૂકી ઉઠી હતી અને તે બે ભાગમાં વિભાજિત થઈ ગયું હતું. AN-32 વિમાનનો ઉપયોગ મુખ્યત્વે સૈનિકો અને જરૂરી સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. હાલ અકસ્માતના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે વિમાન (Plane) નિયમિત કામગીરી હેઠળ ઉડાન ભરી રહ્યું હતું. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ પ્રકારની અટકળો કે અનુમાનોથી દૂર રહે. ઘટનાની સંપૂર્ણ તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Assam Plane Crash

લેન્ડિંગ વખતે સર્જાયો અકસ્માત, એરબેઝ પર ઇમરજન્સી એલર્ટ

પ્રાથમિક અહેવાલો અનુસાર, રૌરિયા એરબેઝ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન (Plane)અચાનક સંતુલન ગુમાવી બેઠું હતું. અકસ્માતની જાણ થતાં જ જોરહાટ એરફોર્સ સ્ટેશનની ફાયર ફાઇટર ગાડીઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. હાલ આગ પર કાબૂ મેળવવાની સાથે કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ માટે ભારતીય વાયુસેના દ્વારા ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ ના આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે.

Assam Plane Crash

ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ છે AN-32 Plane

જોરહાટ એરબેઝ પર જે Plane દુર્ઘટનાનો શિકાર બન્યું છે, તે સોવિયેત મૂળનું AN-32 (Antonov AN-32) પ્રખ્યાત માલવાહક વિમાન છે:

બેડાની સ્થિતિ: ભારતીય વાયુસેનાએ શરૂઆતમાં આવા 125 વિમાનો ખરીદ્યા હતા, જેમાંથી હાલ આશરે 100 વિમાનો સક્રિય ડ્યુટીમાં કાર્યરત છે.

ક્ષમતા અને વિશેષતા: 1980 ના દાયકાથી આ પ્લેન વાયુસેનાના મીડિયમ લિફ્ટ (Medium-lift) – ટ્રાન્સપોર્ટ ઓપરેશનની કરોડરજ્જુ રહ્યું છે. તે એકસાથે 6 થી 7 ટન વજનનો સામાન અથવા 40 થી 50 સૈનિકોને વહન કરવાની ક્ષમતા ધરાવે છે. હિમાલય જેવા અત્યંત ઊંચા, દુર્ગમ અને ગરમ હવામાનવાળા પહાડી વિસ્તારોમાં લશ્કરી સામગ્રી પહોંચાડવા માટે આ વિમાન સૌથી મજબૂત માનવામાં આવે છે.

Assam Plane Crash

3 મહિનામાં આસામમાં બીજી મોટી વિમાન દુર્ઘટના

આસામમાં છેલ્લા 3 મહિનાની અંદર વાયુસેનાનું વિમાન(Plane) ક્રેશ થવાની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા 05 March 2026 ના રોજ પણ આસામના કાર્બી આંગલોંગ જિલ્લાના પહાડી વિસ્તારમાં વાયુસેનાનો ફાઇટર જેટ Sukhoi Su-30MKI (સુખોઈ સુ-30 એમકેઆઈએ ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી, આધુનિક અને મુખ્ય ફાઇટર જેટ (લડાકુ વિમાન) છે.)ક્રેશ થયો હતો. એ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના 2 પાયલટોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, એ સુખોઈ ફાઇટર જેટે પણ જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી જ રૂટિન ઉડાન ભરી હતી અને સાંજે 07:42 વાગ્યે ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે સંપર્ક તૂટ્યા બાદ ક્રેશ થયું હતું. ફરી એકવાર જોરહાટ એરબેઝ પર જ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.


આ પણ વાંચો : એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનાના રિપોર્ટમાં વિલંબ કેમ? પાઇલટ કે ટેકનિકલ ખામી?

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પૂર્ણ, 260 લોકોના મોતના અસલી કારણનો રિપોર્ટ કેમ હજુ સુધી જાહેર ન થયો?

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન દુર્ઘટના: એરપોર્ટ પર ‘બર્ડ હિટ’ થવાના જાણો મુખ્ય કારણો