Astrology/ આ ત્રણ રાશિઓને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થતાં ગોલ્ડન પીરિયડ શરૂ થાય

મકરસંક્રાંતિના દિવસે સૂર્યએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ મંગળ અને ગુરૂએ રાશિ પરિવર્તન કર્યું છે. જ્યોતિષ મુજબ બંને મિત્રો છે. આ સાથે જ મેષ રાષિના જાતકોનું નસીબ ખુલવાનુ છે. અપાર ધનની વર્ષા થવાની સંભાવના છે.  કારકિર્દીમાં આગળ વધવાની…

Top Stories Rashifal

Astro News: મકરસંક્રાંતિના દિવસે સૂર્યએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ મંગળ અને ગુરૂએ રાશિ પરિવર્તન કર્યું છે. જ્યોતિષ મુજબ બંને મિત્રો છે. આ સાથે જ મેષ રાષિના જાતકોનું નસીબ ખુલવાનુ છે. અપાર ધનની વર્ષા થવાની સંભાવના છે.  કારકિર્દીમાં આગળ વધવાની તક જોવા મળશે. સૂર્યનું ભ્રમણ જાણો કોને ફાયદો કરાવશે.

મેષ રાશિ – આ રાશિના જાતકો માટે સૂર્યનો કેન્દ્રીય પ્રભાવ ફળદાયી સાબિત થશે. તમારૂ નસીબ ખૂલી શકે છે.  તમારી વિચારેલી યોજના સફળ રીતે પુરવાર થશે. માન- સન્માન પણ વધશે.

કર્ક રાશિ – આ રાશિના જાતકો માટે સૂર્યનો કેન્દ્રીય પ્રભાવ લાભદાયક થઈ શકે છે.  સૂર્ય આ રાશિના જાતકો માટે કુંડળીના સાતમા ભાવે છે. ગુરૂ કરિયરના ઘરમાં છે. જેથી આ લોકોને પ્રમોશન મળી શકે છે. નવું ઘર ખરીદી શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ જોવા મળી શકે છે.

તુલા રાશિ – સૂર્યદેવનો કેન્દ્રીય પ્રભાવ તુલા રાશિના જાતકોને લાભ અપાવી શકે છે. તેની અસર લગ્ન જીવન પર પડી શકે છે. સમયગાળો સારો પસાર થાય. નવું વાહન, ઘર ખરીદી શકશો. સન્માનમાં વધારો થાય. અટકેલા કામો પૂરા થાય. તેનું સમાધાન કરવાનો રસ્તો મળશે. વિદેશ યાત્રા કરવાની તક મળતી જણાય.