Panchmahal News: ભાજપે પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. તેના પગલે આગામી દિવસોમાં પક્ષના ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી સભાવના છે. આના પગલે પક્ષની અંદરના વિવિધ જૂથોએ ટિકિટ મેળવવા માટે લોબીઇંગ પણ શરૂ કરી દીધું છે. તેના કારણે પક્ષના ગોધરા ખાતેના કમલમ કાર્યાલય પર ભીડ જામી છે.
આ માટે નિરીક્ષકો પણ નીમવામાં આવી ચૂક્યા છે. સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત સાંસદના પણ સલાહસૂચનો લેવામાં આવી શકે છે. આ નિરીક્ષકો આગામી દિવસમાં દરેક વોર્ડ દીઠ સંભવિત ઉમેદવારોની યાદી બનાવશે. તેના પછી સ્થાનિક સમિતિ આ દાવેદારો પર ચર્ચા કરશે, દરેક ઉમેદવારના નામ પર ચર્ચા કરશે. અમુક નામો કટઓફ કરીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે. હાઈકમાન્ડની મંજૂરી પછી તેના પર આખરી મહોર મારવામાં આવશે.
આ વખતની ચૂંટણીમાં ભાજપ યુવાન ઉમેદવારો પર પસંદગી તારશે તો આશ્ચર્ય નહી થાય. ઘણા બધા લોકો માને છે કે આ વખતની ચૂંટણીમાં 60થી નીચેની વયના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે. હાલમાં આવી કોઈ પક્ષે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ પક્ષમાં આમ પણ આવી બધી બાબતોને લઈને જાહેરમા કશું કહેવાતું નથી. તેથી હવે પક્ષમાં જો 60 પ્લસ ઉમેદવારો હોય તો તેમણે કદાચ નિરાશ થવાનો સમય આવી શકે.
પંચમહાલ આદિવાસી જિલ્લો છે. તેથી આ વિસ્તારમાં ઉમેદવારોની પસંદગીમાં પણ આદિવાસીને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. આમ પક્ષને આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે નવો આદિવાસી આગેવાન મળી શકે છે. ભાજપમાં આદિવાસી આગેવાનોમાં હાલમાં તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે. તેથી હવે પાયાના સ્તરે બીજા આદિવાસી આગેવાનોને તક આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી
આ પણ વાંચો: ભરૂચમાં શાસક પક્ષની વિપક્ષના કાંગરા ખેરવવા કવાયત, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
