Not Set/ ભાજપના મંત્રી જયેશ રાદડિયાની SBIને ખુલ્લી ધમકી

રાજકોટ, રાજકોટમાં મંત્રી જયેશ રાદડિયાએ બેંકમાં હલ્લાબોલ કર્યો હતો. જેતપુરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખેડૂતો સાથે મંત્રી રાદડિયાએ હલ્લાબોલ કર્યો હતો. બેંક દ્વારા 125 ખેડૂતોનો પાક વીમો ન ચૂકવાતા મંત્રી રાદડિયાએ બેંક બંધ કરવાની ધમકી આપી હતી. જેતપુર તાલુકાના દસ જેટલા ગામના 150 જેટલા ખેડૂતોને વર્ષ 2017ના પાક વીમા માટે છેલ્લા એક વર્ષથી શહેરમાં આવેલી […]

Top Stories Rajkot

રાજકોટ,

રાજકોટમાં મંત્રી જયેશ રાદડિયાએ બેંકમાં હલ્લાબોલ કર્યો હતો. જેતપુરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખેડૂતો સાથે મંત્રી રાદડિયાએ હલ્લાબોલ કર્યો હતો. બેંક દ્વારા 125 ખેડૂતોનો પાક વીમો ન ચૂકવાતા મંત્રી રાદડિયાએ બેંક બંધ કરવાની ધમકી આપી હતી.

જેતપુર તાલુકાના દસ જેટલા ગામના 150 જેટલા ખેડૂતોને વર્ષ 2017ના પાક વીમા માટે છેલ્લા એક વર્ષથી શહેરમાં આવેલી એસબીઆઈ બેંકે ધક્કા ખાઈ રહ્યા હતા.

જયેશ રાદડિયાનું કહેવું છે, કે ખેડૂતોને હજી ગયા વર્ષનો વીમો ભરી દીધો નથી. આ માટે 150 ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.

ખેડૂતોની અનેક રજૂઆત છતા બેંક દ્વારા પાક વીમા બાબતે ઉદાસીનતા દર્શાવતા હોય ખેડૂતો દ્વારા બે મહિના પૂર્વે અર્ધ નગ્ન અવસ્થામાં બેંક તેમજ મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને તાત્કાલીક પાક વીમો ચૂકવવાની માંગ કરી હતી. તત્કાલીન સમયે બેંક મેનેજર દ્વારા ખેડૂતોને ટૂંક સમયમાં વીમો ચૂકવશે તેવી ધરપત આપી હતી.