Hezbollah News/ હિઝબુલ્લાહમાં ચીફ નસરાલ્લાહ સહિત 7 મોટા કમાન્ડર ઠાર, 2 ટોચના અધિકારી નિશાના પર

હિઝબુલ્લાહમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલ હુમલામાં ચીફ નસરાલ્લાહ સહિત 7 મોટા કમાન્ડર ઠાર થયા.

Top Stories World Breaking News

Hezbollah News: હિઝબુલ્લાહમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલ હુમલામાં ચીફ નસરાલ્લાહ સહિત 7 મોટા કમાન્ડર ઠાર થયા. એક સપ્તાહથી ચાલી રહેલા હુમલામાં ચીફ હસન નસરાલ્લાહ સહિત 7 અધિકારીઓને ગુમાવનાર હિઝબુલ્લાહ હવે આંચકોમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નસરાલ્લાહના મૃત્યુ પછી મધ્ય પૂર્વમાં મોટા પાયે યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે પેલેસ્ટિનિયન જૂથ હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ હિઝબુલ્લાએ તેને સમર્થન આપ્યું હતું.

Hezbollah officials killed in past week: Nasrallah and 6 others | Fortune

જાણો કયા કમાન્ડર થયા ઠાર

નસરાલ્લાહે (Nasrallah) 1992થી ઇઝરાયેલ સામેના યુદ્ધમાં હિઝબુલ્લાહનું નેતૃત્વ કર્યું હતું. નસરાલ્લાહે આ લેબનીઝ જૂથને એક મજબૂત અર્ધલશ્કરી દળ અને લેબનોનમાં મુખ્ય રાજકીય દળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

હિઝબુલ્લાહની સેન્ટ્રલ કાઉન્સિલના નાયબ વડા કૂક (Cook) શનિવારે હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. તે 80ના દાયકામાં હિઝબોલ્લાહનો ભાગ બન્યો હતો અને 1995 થી 2010 સુધી હિઝબોલ્લાહનો લશ્કરી કમાન્ડર પણ હતો.

અકીલ (Akil) હિઝબુલ્લાહના ચુનંદા રદવાન ફોર્સનો મુખ્ય અને ટોચનો કમાન્ડર રહી ચુક્યો છે. ખાસ વાત એ છે કે ઇઝરાયેલ આ ફોર્સને લેબનોન સાથેની પોતાની સીમા પરથી હટાવવાની સતત કોશિશ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે અકીલ વર્ષો સુધી અમેરિકાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહ્યો હતો.

Israeli Military Says it Killed Another High-Ranking Hezbollah Official - The National Herald

વેહબે (Wehbe) જે રદવાન ફોર્સીસના કમાન્ડર હતા, તેણે પણ હિઝબુલ્લાહને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. વેહબે એ જ હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યા હતા જેણે બેરુતમાં અકીલને માર્યો હતો.

હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના વડા કરાકી (Karaki)એ ચાલી રહેલા સંઘર્ષમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમેરિકાએ પણ તેમને જૂથના નેતૃત્વમાં મોટું નામ જાહેર કર્યું છે. નસરાલ્લાહ સાથે કરાકીનું મૃત્યુ થયું હતું.

સુરૂર (Surur) હિઝબુલ્લાહના ડ્રોન યુનિટનો વડા હતો.

Hezbollah chief says Israel pushed resistance to open battle 'on all fronts'
કોબીસ (Kobis) હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટનો ચીફ હતો. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે કોબીસે 2000માં ઉત્તરીય સરહદ પર ત્રણ ઈઝરાયેલ સૈનિકોના અપહરણની યોજના બનાવી હતી.

ફુઆદ શુકુર (Fuad Shukur)નું જુલાઈમાં અવસાન થયું હતું. આ દરમિયાન, દક્ષિણમાં, જૂથના મોટા નામો જવાદ તાવિલ, તાલેબ અબ્દુલ્લા અને મોહમ્મદ નાસિરનો જીવ ગયો છે.

નસરાલ્લાહ પછી નઇમ કાસિમ (Naem Kasim)ને હિઝબુલ્લાહનો સૌથી મોટો નેતા માનવામાં આવે છે. તેઓ 1991થી હિઝબુલ્લાહના ડેપ્યુટી લીડર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હિઝબુલ્લાહની સેન્ટ્રલ કાઉન્સિલના વડા હાશિમ સફીદ્દીન (Hashim Safideen)ને નસરાલ્લાહ પછી મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. એવા અહેવાલો છે કે હિઝબુલ્લાહના 2 ટોચના કમાન્ડર તલાલ હમેહ (Talal Hameh) અને અબુ અલી રેડા (Abu Ali Reda) હજુ પણ જીવિત છે. નસરાલ્લાહ બાદ હિઝબુલ્લાહની કમાન તલાલ હમેહ અથવા અબુ અલી રેડા બંનેમાંથી કોઈ એક કમાન સંભાળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર કોણ છે ઈબ્રાહિમ અકીલ, ઇઝરાયલના હુમલામાં માર્યા ગયાની આશંકા

આ પણ વાંચો: નેતન્યાહુ બંકરમાં છુપાયા, ઈઝરાયેલમાં 48 કલાકની ઈમરજન્સી જાહેર, હિઝબુલ્લાહ હુમલાથી ગભરાટ

આ પણ વાંચો: ઇઝરાયેલનો લેબનોન પર હુમલો, હિઝબુલ્લાહ કમાન્ડર માર્યો ગયાનો IDFનો દાવો