Not Set/ દિલ્હી: રોડ પર ચાલતા સમયે ટકરાયા ખભા…. પછી શું થયું વાંચીને દંગ રહી જશો

દિલ્હીમાં રોડરેજ ની ઘટનાઓ સામાન્ય બાબત છે. પરંતુ પગે ચાલતા બે લોકો વચ્ચે ખભા ટકરાવવાની ઘટના પણ હવે રોડરેજ નું કારણ બની રહી છે. તાજેતરની ઘટના દિલ્હી બહારની છે. જ્યાં બે લોકોના ખભા ટકરાયા બાદ એક યુવકની મારી મારીને હત્યા કરી નાખવામાં આવી. જોકે, થોડા સમયની અંદર જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ […]

Top Stories India

દિલ્હીમાં રોડરેજ ની ઘટનાઓ સામાન્ય બાબત છે. પરંતુ પગે ચાલતા બે લોકો વચ્ચે ખભા ટકરાવવાની ઘટના પણ હવે રોડરેજ નું કારણ બની રહી છે. તાજેતરની ઘટના દિલ્હી બહારની છે. જ્યાં બે લોકોના ખભા ટકરાયા બાદ એક યુવકની મારી મારીને હત્યા કરી નાખવામાં આવી. જોકે, થોડા સમયની અંદર જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

આ ઘટના દિલ્હી બહારના નાંગલોઈ વિસ્તારની છે. રવિવારે રક્ષાબંધનના મોકા પર જીતુ નામનો યુવક એની બહેન સાથે  રાખડી બંધાવીને, કોઈ મિત્રને મળવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં  જીતુનો ખભો બાજુમાંથી જઈ રહેલા એક શખ્સના ખભા સાથે ટકરાઈ ગયો. આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી.

થોડા સમયમાં મારામારી થવા લાગી. આ દરમિયાન તે શખ્સ જીતુને ખેંચીને સામેના એક પાર્કમાં લઇ ગયો અને ત્યાં જીતુની લાત અને મુક્કા  મારીને ખુબ ધોલાઈ કરી. ત્યારબાદ આરોપીએ જીતુને જમીન પર સુવડાવીને તેના પેટ પર ઘૂંટણના સહારે કુદકા મારીને જીતુને અધમુઓ કરી દીધો.

હેરાન કરે એવી વાત એ છે કે ત્યાં લોકો મૂકપ્રેક્ષક બનીને ઉભા હતા, કોઈએ જીતુની મદદ ના કરી. ત્યારે નિગમ પાર્ષદની ઓફિસમાં કામ કરતો એક વ્યક્તિ ઘટનાસ્થળે પહોંચતા, તેણે પીડિતને બચાવ્યો અને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.

પરંતુ ત્યાં સુધીમાં ખુબ મોડું થઇ ગયું હતું. 27 વર્ષીય યુવક જીતુ દમ તોડી ચુક્યો હતો. તે નાંગલોઈ કેમ્પ નંબર 2માં રહેતો હતો. જયારે આરોપીની ઓળખાણ 28 વર્ષીય દીપક ઉર્ફ ગોલ્ડ ઉર્ફ નટબોલ્ટ રૂપે થઇ છે. જે ત્યાંનો જ રહેવાસી છે. તે પહેલેથી જ અપરાધિક મામલાઓ સાથે જોડાયેલો છે.