VADODRA NEWS/ આજવા રોડની શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાની સ્થાપનાને લઈને વિવાદ, રહીશોએ પોલીસ મથકે કરી રજૂઆત

Vadodara Dashama dispute: વડોદરાના આજવા રોડ પર આવેલી શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાની સ્થાપના અને દર્શન માટે બહારથી મોટી સંખ્યામાં લોકોની અવરજવરને લઈને વિવાદ સર્જાયો છે. રહીશોએ સુરક્ષા અને હાથાપાઈના આક્ષેપ સાથે પોલીસ મથકે રજૂઆત કરી છે.

Gujarat Top Stories
Vadodara Dashama dispute: સેંકડો ભક્તોની અવરજવરથી રહીશોમાં રોષ

Vadodra News: વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાની સ્થાપનાને લઈને વિવાદ સર્જાયો (Vadodara Dashama dispute) હોવાનું સામે આવ્યું છે. સોસાયટીના એક ફ્લેટમાં દશામાની સ્થાપના કરવામાં આવી હોવાની અને દર્શન માટે બહારથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાની ફરિયાદ સાથે કેટલાક રહીશોમાં રોષ જોવા મળ્યો છે. રહીશોનું કહેવું છે કે સોસાયટીમાં અજાણ્યા લોકોની સતત અવરજવર વધતાં સુરક્ષાને (society security issue) લઈને પણ સવાલો ઊભા થયા છે.

Vadodara Dashama dispute: બહારથી આવતા ભક્તોને લઈને સુરક્ષાનો પ્રશ્ન

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, દર્શન માટે સેંકડો લોકો સોસાયટીમાં આવતા હોવાના કારણે અવરજવર વધી ગઈ છે. આથી સોસાયટીમાં રહેતા પરિવારોને પોતાના ઘર અને આસપાસની સુરક્ષાને લઈને ચિંતા થઈ રહી હોવાનું રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે. રહીશોએ સેવકો અને આયોજન(Ajwa Road society controversy) સાથે જોડાયેલા લોકોને આ મુદ્દે ટકોર કરતાં મામલો વધુ ગરમાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

હાથાપાઈના આક્ષેપ બાદ પોલીસ ફરિયાદ

Vadodara Dashama dispute: સેંકડો ભક્તોની અવરજવરથી રહીશોમાં રોષ
Vadodara Dashama dispute: સોસાયટીના કેટલાક રહીશો પોલીસ મથકે પહોંચ્યા

વિવાદ દરમિયાન રહીશો સાથે હાથાપાઈ થઈ હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ મુદ્દે સોસાયટીના કેટલાક રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત કરી હતી. રહીશોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ રજૂઆત કરવા છતાં તેમની ફરિયાદ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

“પોતાના જ ઘરમાં અસુરક્ષિત અનુભવીએ છીએ”

સોસાયટીના રહીશોએ જણાવ્યું છે કે મોટી સંખ્યામાં બહારના લોકોની અવરજવર વચ્ચે તેઓ પોતાના જ રહેણાંક વિસ્તારમાં અસુરક્ષિત અનુભવતા હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે પોલીસ અને સંબંધિત તંત્ર સમક્ષ સમગ્ર મામલે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ ચોકી સામે જ હત્યાનો ખેલ! RTO ચાર રસ્તા પાસે 8થી 10 શખ્સોએ કર્યો હુમલો

આ પણ વાંચો: રવિવારની રજા અને 8 કલાકની ડ્યુટી માટે કારીગરો રસ્તા પર! સુરતની નવી GIDCમાં એમ્બ્રોઈડરી કામદારોનો વિરોધ

આ પણ વાંચો: ભોજદે ગીરના રિસોર્ટમાં જુગારધામનો પર્દાફાશ, 9 જુગારી ઝડપાયા