Ahmedabad News/ અમદાવાદમાં પોલીસ ચોકી સામે જ હત્યાનો ખેલ! RTO ચાર રસ્તા પાસે 8થી 10 શખ્સોએ કર્યો હુમલો

Ranip RTO Circle Murder: અમદાવાદના રાણીપ RTO ચાર રસ્તા પાસે પોલીસ ચોકીની સામે યુવક અજય સાલ્વી પર 8થી 10 શખ્સોએ હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનામાં યુવકનું મોત થયું છે અને પોલીસે CCTVના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Gujarat Top Stories Ahmedabad
Ranip RTO Circle Murder: જાહેરમાં યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર

Ahmedabad News: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ધમધમતા RTO ચાર રસ્તા પાસે અને પોલીસ ચોકીની સામે જ યુવકની હત્યાની (Ranip RTO Circle Murder) ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે ચકચાર ફેલાઈ હતી.પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક શખ્સોએ યુવકને ઘેરીને તીક્ષ્ણ હથિયાર વડે (Ahmedabad Murder) હુમલો કર્યો હતો.

જૂની અંગત અદાવતનો એંગલ

મૃતક યુવકની ઓળખ અજય સાલ્વી તરીકે થઈ (Ajay Salvi Murder Case) હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અંગત અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, 8થી 10 જેટલા લોકોના ટોળાએ અજય સાલ્વીને ઘેરીને હુમલો કર્યો હતો. હુમલા બાદ યુવકનું મોત નીપજ્યું હતું અને હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Ranip RTO Circle Murder: CCTVના આધારે આરોપીઓની શોધખોળ

ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસનો (Ranip Police) કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હત્યાના બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની અને હુમલામાં સામેલ શખ્સોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

જાહેર સ્થળે અને પોલીસ ચોકીની નજીક બનેલી આ ઘટનાએ શહેરની કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: અમદાવાદ હંસપુરા સ્પા હત્યા કેસ: યુવકને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો, CCTVમાં કેદ થયો હુમલો

આ પણ વાંચો: અમદાવાદના ફતેવાડીમાં પત્નીના પ્રેમીએ પતિ પર કર્યું ફાયરિંગ, જૂની અદાવતમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

આ પણ વાંચો: અમદાવાદના ગોમતીપુરમાં પાર્કિંગના ઝઘડામાં યુવકની હત્યા, છરી-તલવારથી હુમલા બાદ મોત; કાગડાપીઠમાં પણ મારામારીનો કેસ હત્યામાં ફેરવાયો