Ahmedabad News: અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં વ્યક્તિગત અદાવતને પગલે ફાયરિંગ (Ahmedabad Firing)ની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુવકની પત્ની વર્ષો પહેલાં તેના મિત્ર સાથે ઘર છોડીને જતાં બંને વચ્ચે દુશ્મની શરૂ થઈ હતી. આ જ અદાવતના કારણે આરોપીએ યુવક પર ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પત્ની મિત્ર સાથે જતી રહેતા શરૂ થઈ હતી અદાવત
પોલીસ તપાસ મુજબ, ફતેવાડી વિસ્તારમાં રહેતો જાવેદખાન પઠાણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2017 દરમિયાન તે જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેની પત્ની તેના જ મિત્ર મુજાહિદ્દ સાકીરઅલી નાઈ સાથે જતી રહી હતી. ત્યારથી બંને વચ્ચે સતત અદાવત ચાલી રહી હતી.
સમાધાનના પ્રયાસ બાદ પણ વિવાદ યથાવત
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે અગાઉ બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા. જોકે વિવાદનો અંત આવ્યો નહોતો. આરોપી દ્વારા અગાઉ પણ ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
Ahmedabad Firing: વહેલી સવારે કર્યો હુમલો
ઘટનાના દિવસે વહેલી સવારે જાવેદ પોતાના ભાઈ સાથે ઘર બહાર બેઠો હતો. તે દરમિયાન આરોપી પોતાના સાથીદારો સાથે ત્યાં પહોંચ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપીએ હથિયાર વડે ફાયરિંગ (Ahmedabad Firing) કર્યું હતું. ગોળી જાવેદના હાથમાં વાગતાં તે ઇજાગ્રસ્ત થયો હતો. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ફાયરિંગ (Ahmedabad Firing)માં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ નહેરુનગર ફાયરિંગ કેસ: Ex DySP અશોકસિંહના સંતાનોની જામીન અરજીનો પોલીસનો કોર્ટમાં કડક વિરોધ
આ પણ વાંચો:અમદાવાદના નહેરુનગરમાં ફાયરિંગથી ચકચાર
આ પણ વાંચો:અમદાવાદમાં વોન્ટેડ ધમા બારડ પર પોલીસ ફાયરિંગ
