Ahmedabad News/ અમદાવાદ નહેરુનગર ફાયરિંગ કેસ: Ex DySP અશોકસિંહના સંતાનોની જામીન અરજીનો પોલીસનો કોર્ટમાં કડક વિરોધ

અમદાવાદના નહેરુનગર ફાયરિંગ કેસ (Ahmedabad Nehrunagar firing case) સાથે જોડાયેલા કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં પૂર્વ DySP અશોકસિંહના પુત્ર અને પુત્રીની જામીન અરજી સામે પોલીસે કોર્ટમાં સખત વલણ અપનાવ્યું. BNSS કલમ 183 હેઠળ મહત્વના સાક્ષીઓના નિવેદનો નોંધાયા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Nehrunagar firing case:નહેરુનગર કૌભાંડમાં કાયદાનો સકંજો

Ahmedabad News: અમદાવાદના ચર્ચિત નહેરુનગર ફાયરિંગ કેસ (Ahmedabad Nehrunagar firing case) અને કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે હવે કાયદાકીય કાર્યવાહી વધુ તેજ બની રહી છે. પૂર્વ નાયબ પોલીસ અધિક્ષક (DySP) અશોકસિંહના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતિ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી સામે પોલીસે કોર્ટમાં સખત વિરોધ નોંધાવ્યો છે.

Ahmedabad Nehrunagar firing case: કોર્ટમાં પોલીસની કડક રજૂઆત

તપાસનીશ પોલીસ એજન્સીએ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે આ સમગ્ર જમીન કૌભાંડ ((Ahmedabad Nehrunagar firing case)) અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે અને આરોપીઓએ પોતાના પ્રભાવ તથા હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદાને અવગણી છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે કોર્ટમાં એવી પણ રજૂઆત કરી કે જો આરોપીઓને આ તબક્કે જામીન આપવામાં આવશે તો તેઓ પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે તેમજ મહત્વના સાક્ષીઓને પ્રભાવિત અથવા ધમકી આપી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.આ કેસને વધુ મજબૂત બનાવવા માટે તપાસ એજન્સીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 183 હેઠળ મુખ્ય સાક્ષીઓના નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. કોર્ટ સમક્ષ નોંધાયેલા આ નિવેદનો કેસ ((Ahmedabad Nehrunagar firing case))માં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં હજુ પણ અનેક મહત્વની કડીઓની તપાસ ચાલી રહી છે અને વધુ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસનું માનવું છે કે હાઈ-પ્રોફાઈલ અને ગંભીર સ્વરૂપ ધરાવતા આવા કેસમાં જામીન આપવાથી તપાસ પ્રક્રિયા પર સીધી અસર પડી શકે છે.હાલ સમગ્ર મામલે કોર્ટ આગામી દિવસોમાં પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. આ કેસને લઈને શહેરમાં ફરી ચર્ચાઓ તેજ બની છે.


આ પણ વાંચો:અમદાવાદમાં નિવૃત DySP પર ગંભીર આરોપ: વિવાદિત જમીન પર ઉભું કર્યું કરોડોની કમાણીનું સામ્રાજ્ય

આ પણ વાંચો:ફાયરિંગ કેસમાં નિવૃત્ત DySPનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસે ધક્કા મારી લઈ ગયા

આ પણ વાંચો:ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, 37 IPS અધિકારીઓના થયા ટ્રાન્સફર