Vadodara News/ યુવકનો આપઘાત: નવમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું, વૃદ્ધ માતા-પિતા સાથે રહેતો હતો યુવક

વડોદરામાં એક યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો, 9મા માળેથી કૂદીને મોતને ભેટી ગયો. યુવક તેના વૃદ્ધ માતા-પિતા સાથે રહેતો હતો.

Gujarat Vadodara

Vadodara News : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા યુવકે માંજલપુર વિસ્તારમાં આવેલા ડ્રીમ આઇકોનિયા બિલ્ડિંગના નવમા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. બનાવ અંગેના CCTV પણ સામે આવ્યા છે.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો અને માંજલપુર વિસ્તારમાં લોન્ડ્રીની દુકાન ધરાવતા યુવકે માંજલપુર વિસ્તારમાં આવેલા ડ્રીમ આઇકોનિયાના બિલ્ડિંગના નવમા માળેથી અગમ્ય કારણસર કૂદકો માર્યો. આ યુવકનું નામ બ્રિજેશ દશરથભાઈ પરદેશી (ઉંમર વર્ષ 45), જેઓ શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ધોબી શેરીમાં તેમનાં માતા-પિતા સાથે રહેતા હતા.

આ યુવક આ બિલ્ડિંગમાં કયા કારણસર ગયો અને શા માટે આ પગલું ભર્યું એ દિશામાં માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ યુવકના પરિવારમાં માતા-પિતા ઉંમરલાયક છે અને તેમની બહેનનાં લગ્ન થયેલાં છે. મૃતક યુવકની બહેન મુંબઈ ખાતે રહે છે અને તેઓ પરત આવ્યા બાદ અંતિમસંસ્કાર કરવામાં આવશે. હાલમાં માંજલપુર પોલીસે આ યુવકે કરેલી આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ હાથ ધરી પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દાહોદની તાલીબાની ઘટના: હાઈકોર્ટે સુઓમોટો અરજી લઈને હુકમ કર્યો, મહિલાના સામાજિક પુનર્વસન પર મૂક્યો ભાર

આ પણ વાંચો: PM મોદીએ સંબોધનમાં કહ્યું કે, “આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન મહિલાઓને જ કરશે”

આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા ‘વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર રીન્ટેન્શન’ કરાયો શરૂ, જાણો શું છે ‘વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર રીન્ટેન્શન’