Patan News/ પાટણ CPI કચેરીના ASI સામે લાંચની માંગણીનો ગુનો દાખલ

ઈશ્વર દેસાઈએ ફરિયાદી પાસે પોક્સોના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી

Gujarat Others

Patan News : પોક્સોના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રૂ.50,000ની લાંચ માંગનારા પાટણ CPI કચેરીના ASI ઈશ્વર નાગજીભાઈ દેસાઈ સામે ACBએ ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત મુજબ ASI ઈશ્વર દેસાઈએ આ કેસના ફરિયાદીને કહ્યું હતું કે તમારૂ નામ પોક્સોમાં ખુલ્યું છે. તમારે નિવેદન લખાવવા પાટણ CPI કચેરી ખાતે નિવેદન નોંધાવવા આવવું પડશે.

તે સમયે આરોપી ઈશ્વર દેસાઈએ ફરિયાદી પાસે પોક્સોના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપીને રૂ.1,00,000 ની માંગણી કરી હતી. જોકે રકઝક બાદ રૂ.50,000 આપવા જણાવ્યું હતું.બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ACBની ટીમે 23.01.2020ના રોજ લાંચનું છટકું ગોઠવ્યું હતું. પરંતુ છટકું નિષ્ફળ ગયું હતું.

જોકે ACBએ તપાસ કરીને ઈશ્વર દેસાઈએ ફરિયાદી પાસે માંગેલી રૂ.50,000 ની માંગણીના દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા અને સાંયોગિક પુરાવા એકઠા કરતા આરોપીએ લાંચની માંગણી કરી હોવાનું ફલિત થયું હતું. જેને આધારે ACBએ એએસઆઈ ઈશ્વર દેસાઈ સામે ગુનો નોંધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ

આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!

આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ