Gujarat Weather/ રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં બે અલગ અલગ હવામાન પેટર્નનો અનુભવ થશે.ત્યારબાદ ઠંડી ધીમે ધીમે વધશે. ઉત્તર-પૂર્વના પવનોને કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather:ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના હવામાન પર પડી રહી છે.રાજ્યભરમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર તરફથી ફૂંકાતા સૂકા અને ઠંડા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.હવામાન વિભાગે ઠંડી અંગે આગાહી જારી કરી છે. આગામી બે દિવસ રાજ્યમાં બે અલગ અલગ હવામાન પેટર્નનો અનુભવ થશે, ત્યારબાદ ઠંડી વધુ તીવ્ર બનશે.

આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં બે અલગ અલગ હવામાન પેટર્નનો અનુભવ થશે.ત્યારબાદ ઠંડી (Cold) ધીમે ધીમે વધશે. ઉત્તર-પૂર્વના પવનોને કારણે તાપમાનમાં (Temperature) વધઘટ જોવા મળશે. લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. હાલમાં, રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરે ગરમ છે, જેના પરિણામે બે અલગ અલગ હવામાન પેટર્ન જોવા મળી રહી છે.

ઉતર પૂર્વ-પૂર્વના ફૂંકાય રહ્યા છે પવન

હવામાન વિભાગના ડેટા અનુસાર, રાજ્યના આશરે 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે, જે શિયાળાની ઋતુના આગમનનો સંકેત આપે છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનો ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડી વધુ તીવ્ર બની શકે છે. લોકોએ પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે સાવચેતી રાખવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા,હવામાન વિભાગ મુજબ ઉત્તર થી દક્ષિણના તમામ જિલ્લામાં

આ પણ વાંચો:હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

આ પણ વાંચો:હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આગામી ત્રણ કલાકનું નાઉકાસ્ટ જાહેર