Lifestyle: આજકાલ લગ્ન સિઝન (Marriage Season) પૂરજોશમાં ચાલુ થઇ ગઇ છે, દેવઉઠી અગિયારસ (Devuthi Agiyaras)થી શુભ કાર્યોનો પ્રારંભ થાય છે અને વિવાહોત્સુક યુગલો માટે પરિણયના બંધનમાં બંધાવા માટે આ સમય યોગ્ય ગણાય છે. લગ્ન માટેના દાગીના અને કપડાં (Jewelry & Cloths)ની ખરીદી પણ અત્યારે જોરશોરથી ચાલી રહી હશે પરંતુ, આવા સમયે ઘણી કન્યાઓ (Bride)ને એ સમજ નથી પડતી કે લગ્નના દિવસે પાનેતર, ઘરચોળું કે ચણિયાચોળી (Chaniya Choli) આમાંથી શું ખરીદવું? હાલમાં લગ્નના દિવસે કન્યાઓમાં ચણિયાચોળી પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પણ એમાંયે પસંદગીમાં ઘણું જ કન્ફ્યુઝન હોય છે. તો તમારી આ મૂંઝવણને આસાન બનાવી દઇએ! અહિં અમે તમારા માટે કેટલાક ડિઝાઇનર ચણિયાચોળી (Designer Chaniya Choli) લઇને આવ્યા છીએ જે તમને પ્રિન્સેસ જેવો લુક આપશે અને બધાની નજર તમારા પર આવીને ત્યાં જ થંભી જશે!!
લગ્નની સિઝનમાં તમામ લોકો ભાત-ભાતના કપડાં અને એથનિક વૅર (Ethenic Wear)ની શૉપિંગમાં વ્યસ્ત છે. માત્ર કન્યા જ નહિં પરંતુ એની સહેલીઓને પણ એ સમજ નથી પડતી! કયા પ્રકારના ચણિયાચોળી લેવા જેથી ફંકશન (Function)માં પરી જેવા ખૂબસૂરત લાગીએ એવું બધા જ વિચારતા હોય છે પણ પસંદગી અને વર્તમાન ટ્રેન્ડ (Trend)ની ઝાઝી ખબર ન હોવાથી લોકો મૂંઝાતા હોય છે. તો ચાલો, આ મૂંઝવણનો અંત લાવી દઇએ અને જોઇએ કેટલાક ડિઝાઇનર ટ્રેન્ડિંગ ચણિયાચોળી…

લવંડર કલર આપશે ડ્રીમગર્લ લુક
આજકાલ લવંડર કલર (Lavender Colour)નો ટ્રેન્ડ લોકપ્રિય બન્યો છે અને આ રંગના ચણિયાચોળીની માગ પણ વધારે છે. આ રંગ તમને પ્રિન્સેસ જેવો કે ડ્રીમગર્લ જેવો લુક (Dream Girl Look) આપશે! એની સાથે તમે સિલ્વર કલરની જ્વેલરી (Silver Jewelry) પહેરી શકો છો.

લાઇટવેઇટ ઘાઘરા-ચોલી
જો તમારી પસંદ સિમ્પલ હોય તો આ પ્રકારના ચણિયાચોળી તમારા માટે ઘણા જ યોગ્ય રહેશે. આવી ડિઝાઇન ઘણી જ લાઇટવેઇટ અને કમ્ફર્ટેબલ હોય છે અને વેડિંગ ફંકશન માટે પરફેક્ટ હોય છે. આવી ડિઝાઇન આજકાલ ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. તમારી કોઇ લાઇટ વેઇટ સાડી (Saree)માંથી પણ તમે આવા ઘાઘરા-ચોલી સિવડાવી શકો છો.

વ્હાઇટ ક્લાસી લુક
અમુક યુવતીઓને સફેદ શુભ્ર કે સિલ્વર રંગ પ્રિય હોય છે. જો તમને પણ એ રંગ ગમે છે તો તમે આ કલરના ચણિયાચોળી (White Chaniya Choli) લઇ શકો છો. એની સાથે તમે ડાર્ક અથવા મલ્ટી કલરની ઓઢણી કે દુપટ્ટો (Multi colored Dupatta) કૅરી કરી શકો છો. આ કૉમ્બિનેશન તમને ક્લાસી લુક આપશે!

ગુલાબી રંગની રંગત
દરેક પ્રસંગમાં એક રંગ હંમેશાં બધાનું ધ્યાન આકર્ષે જ છે અને એ છે ગુલાબી રંગ! જો કે, બધા પર આ રંગ એટલો ખીલતો નથી હોતો પરંતુ ગૌર વર્ણ ધરાવતી યુવતીઓના દેહ પર એ અત્યંત આકર્ષક લાગે છે અને જે એમને જુએ એ જોતાં જ રહી જાય છે! ગુલાબી કે રાણી કલર (Pink Color)ના ચણિયાચોળી સાથે તમે ગોલ્ડન કલરની જ્વેલરી (Golden Jewelry) ધારણ કરી શકો છો. આ રંગમાં આજકાલ ફુલ સ્લીવની ફેશન પણ પૂરબહારમાં છે!
આ પણ વાંચો: બ્યુટી પાર્લર નથી જવું, નો ટૅન્શન! ફેશિયલ જેવો નિખાર જોઇએ છે? આજથી જ આ ફળોને ચહેરા પર લગાવો!
આ પણ વાંચો: ગરબા રમતી વખતે પરસેવાથી તમારો મેકઅપ બગડશે નહીં, આ 5 બ્યુટી ટિપ્સથી અપનાવો

