Navsari News : બિલીમોરામાં સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની ટીમ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે વળતો ગોળીબાર કરતા એક શખ્સ ઘાયલ થયો હતો. બાદમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

આરોપીઓ પાસેથી પોલીસે 3 દેશી બનાવટની પિસ્ટલ અને 27 જીવંત કારતૂસ કબજે કર્યા હતા. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.ધરપકડ કરાયેલા આરોપીઓમાં હરિયાણાના યશ સિંઘ સંદરસિંઘ, મધ્યપ્રદેશના રિશભ અશોક શર્મા, રાજસ્થાનના મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ, આરોગ્ય વિભાગની કાર્યવાહી
આ પણ વાંચો:સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાઈકચાલકનું મોત, ગટર બંધ હોત તો મારો ભાઈ જીવતો હોત : મૃતકનો ભાઈ
આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં ડુપ્લિકેટ ઘીના મસમોટા જથ્થા સાથે 1.17 કરોડનો મુદ્દામાલ કબજે : બે આરોપી ઝડપાયા
