Dahegam News/ દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે આગવી સર્વિસ કરી

દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે બરોબરની સર્વિસ કરી છે. આ તત્વોની બરોબરની ખબર પોલીસે લીધી છે. પોલીસે ગામમાં અશાંતિ ફેલાવનારા આરોપીની ધરપકડ કરી છે. તેની સાથે પોલીસ 35 જેટલા પથ્થરબાજોની શાન ઠેકાણે લાવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Dahegam News: દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે બરોબરની સર્વિસ કરી છે. આ તત્વોની બરોબરની ખબર પોલીસે લીધી છે. પોલીસે ગામમાં અશાંતિ ફેલાવનારા આરોપીની ધરપકડ કરી છે. તેની સાથે પોલીસ 35 જેટલા પથ્થરબાજોની શાન ઠેકાણે લાવી છે.

દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવવાના કેસમાં પોલીસે 1,500ના ટોળાની સાથે 83 ઇસમો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરીને સરઘસ કાઢ્યું છે. આ માથાકૂટમાં બહિયલ ગામના ડેપ્યુટી સરપંચની સંડોવણીની પણ ચર્ચા કરવામાં આવી છે.

આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે લોકોએ પોલીસે આરોપીઓની કરેલી ખાતર બરદાસ્તના વખાણ કર્યા હતા. તેની સાથે જ્યારે પણ અશાંતિ ફેલાય ત્યારે આરોપીઓ સામે હાલમાં કરી છે તેવી જ કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ કરશે.

બહિયલમાં નવરાત્રિ દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. તેના પછી બંને જૂથ સામસામે આવી જતાં પથ્થરમારો થયો હતો. આના કારણે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા. ટોળાએ અનેક દુકાનોને સળગાવી દીધી હતી.

બનાવના પગલે ટોચના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આખા ગામમાં અજંપો છવાઈ ગયો હતો. પોલીસે સ્થિતિ પર અંકુશ મેળવવા લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. આ માથાકૂટનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. પોલીસે ગામમાંથી જ 30 જેટલા લોકોની અટકાયત કરી છે.

આ બનાવના પગલે આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને પોલીસે આ ઘટનામાં સંડોવાયેલાઓની ધરપકડ શરૂ કરી દીધી છે. આ બબાલ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાને લઈને થઈ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. તેના કારણે સ્થિતિ બગડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Dahegam News/દહેગામ તાલુકામાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલે શંકાસ્પદ 60 થી વધુ લોકોની અટકાયત

આ પણ વાંચો: Dahegam News/દહેગામમાં જૂથ અથડામણમાં 8 સામે ફરિયાદ બાદ અંતે વળતી ફરિયાદ

આ પણ વાંચો: Dahegam News/દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ