Dahegam News/ દહેગામ તાલુકામાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલે શંકાસ્પદ 60 થી વધુ લોકોની અટકાયત

સોશિયલ મીડિયા પર થયેલી પોસ્ટના કારણે બે જૂથ વચ્ચે મારામારી મોટી સંખ્યામાં બંને જૂથ વચ્ચે થયેલું ઘર્ષણના કારણે એકબીજાને ઉપર હુમલો કર્યો ગાડીઓના કાર્ડ તોડ્યા ગાડીઓને નુકસાન કર્યું.

Top Stories Gujarat Breaking News

Dahegam News:દહેગામ (Dahegam) તાલુકાના બહિયલ ગામમાં ગઈકાલે મોડી રાત્રે બે જૂથો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જાણવા મળ્યું છે કે આ ઘટના સોશિયલ મીડિયા (Social media) પર એક વિવાદાસ્પદ પોસ્ટથી શરૂ થઈ હતી, જે બે સમુદાયના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલમાં પરિણમી હતી. વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, આગ લગાવવામાં આવી હતી અને એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા. દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

જાણકારી અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટથી બહિયલ ગામમાં બે જૂથો વચ્ચે તણાવ વધ્યો હતો. પોસ્ટની વિગતો હજુ સ્પષ્ટ નથી, પરંતુ તેનાથી બંને જૂથો વચ્ચે શાબ્દિક વાતચીત શરૂ થઈ હતી, જે ઝડપથી હિંસામાં પરિણમી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ એકબીજા પર હુમલો કર્યો, વાહનોના બારીઓ તોડી નાખી અને કેટલાક વાહનોને આગ ચાંપી દેવાનો પ્રયાસ પણ કર્યો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જોકે ઘાયલોની સંખ્યા અથવા તેમની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.ઘટનાની માહિતી મળતા જ દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લીધા હતા.

ગાંધીનગરના દહેગામમાં આવેલ બહિયાલમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી અને ત્યારબાદ પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી, પોલીસે તાત્કાલિક નવરાત્રિના ગરબા બંધ કરાવ્યા હતા. ગાંધીનગરના દહેગામમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને બહિયલમાં નવરાત્રિ દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થતા મામલો ઉગ્ર બન્યો હતો, બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતુ અને પથ્થરમારામાં અનેક ગાડીઓના કાચ પણ તૂટ્યા છે અને પોલીસે સમગ્ર ઘટનામાં 30થી વધુ લોકોની અટકાયત કરી છે, ટોળાએ 3 જેટલી દુકાનોમાં આગચંપી કરી છે.

 ગાંધીનગર SP રવિતેજા વાસમશેટ્ટીનું નિવેદન

આ ઘટના ક્રમમા ગાંધીનગર SP રવિતેજા વાસમશેટ્ટીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ટોળાએ દુકાનો, વાહનોમાં તોડફોડ કરી SP, પહેલા દુકાન પર હુમલો કરાયો હતો SP, નજીકમાં ગરબા ચાલુ હતા તે તરફ ગયા હતા, આ બબાલ સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ, સોશિયલ મીડિયા પોસ્ટમાં અપીલથી વિવાદ થયો, I LOVE મહાદેવની પોસ્ટ મુકવા અપીલ કરી હતી, પોલીસે 60 લોકોની અટકાયત કરી છે, ‘20 શંકાસ્પદ નામો પોલીસ પાસે છે કાર્યવાહી થશે’.

SP સ્તરના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવાના શંકાસ્પદ 60 થી વધુ લોકોની અટકાયત કરી છે. પોલીસ વહીવટીતંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે.

દહેગામમાં ટોળાએ ત્રણેક જેટલી દુકાનોમાં આગ પણ લગાવી

ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છવાયો હતો, સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ પોલીસે છોડયા હતા, નવરાત્રિ દરમિયાન પથ્થરમારો થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે, આ માથાકૂટ કેમ થઈ તેનું ચૌક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે 30 જેટલા લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

પોલીસે 30 જેટલા લોકોની ગામમાંથી અટકાયત કરી છે

દહેગામના બહિયલમાં પટેલવાસ અને બારોટવાસ પાસે નવરાત્રિ દરિમિયાન બે કોમ વચ્ચે બબાલ થઈ છે, એક કોમના ટોળાએ પથ્થરમારો કરતા અનેક ગાડીઓના કાચ તૂટ્યા છે ત્રણેક દુકાનોમાં પણ આગ લગાવી દેવામાં આવી છે. બનાવના પગલે સમગ્ર ગામમાં ભયની વચ્ચે ભરેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દહેગામ પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીઘટ એએસપી આયુષ જૈન, ચિલોડા ડભોડા પેથાપુર સહિત જિલ્લાની પોલીસ ટીમ પણના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે દહેગામના બહિયલમાં બબાલ થઈ

દહેગામના બહિયલ ગામમાં બે જૂથ વચ્ચે બબાલમાં તારણ સામે આવ્યું છે કે, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે બબાલ થઈ હતી, ગરબામાં પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યુ હચુ અને આસપાસના 10થી વધુ વાહનમાં ટોળાએ તોડફોડ કરી છે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, પોલીસની 5 ગાડીમાં તોડફોડ અને 4 દુકાનમાં આંગચપી કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ

આ પણ વાંચો:દહેગામમાં જૂથ અથડામણમાં 8 સામે ફરિયાદ બાદ અંતે વળતી ફરિયાદ

આ પણ વાંચો:દહેગામમાં મહિલા અને બાળ વિકાસની કચેરીના મહિલા સંચાલક લાંચ લેતા ઝડપાયા