Dahegam News : દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની જીત થતા દહેગામમાં રેલી કાઢવામાં આવી હતી. દરમિયાન દહેગામના યુવકોની બાઈક રેલી પર કાંકરીચાળો કરાતા પરિસ્થિતી વણસી હતી. ઝુંપડપટ્ટી વિસ્તારમાં રેલી પહોંચતા જ વિધર્મીઓનું પ્રોત પ્રકાશ્યું હતું. બાદમાં જીતની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. જેમાં યુવાનોની રેલી કસ્બા વિસ્તારમાં પહોંચતા હૂમલો કરવામાં આવ્યો હતો.
જેમાં વિધર્મીઓ દ્વારા 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. કસ્બા વિસ્તાર અને ગોપાલજી મંદિર પાસે પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વાહનોમાં તોડફોડ કરાયા બાદ બે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. બન્ને ઘાયલ થતા તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટોળાને વિખેરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, હેલ્મેટ પહેર્યું છતાં જીવ ગયો!
આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં આજથી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, હેલ્મેટ નહીં તો તૈયાર રહો દંડ માટે
આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ